ગાંધીનગર : ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એનાલિટીકસ બિઝનેસ સોલ્યુશન્સ ઇન્ડીયા પ્રાયવેટ લિમિટેડ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MoU(સમજૂતિ કરાર)કરવામાં આવ્યા છે.આ MoU અન્વયે આગામી પાંચ વર્ષમાં રૂ.રપ૦ કરોડના સુચિત રોકાણ સાથે એનાલિટીકસ સોલ્યુશન્સ રાજ્યમાં ૧પ૦૦થી ર હજાર જેટલા યુવાઓને IT અને ITES સેક્ટરમાં કૌશલ્યવર્ધનથી રોજગાર અવસર ઉપલબ્ધ કરાવશે.રાજ્ય સરકારે તાજેતરમાં IT અને ITES પોલિસી ર૦રર-ર૭ જાહેર કરેલી છે.
આ પોલિસીનો હેતુ રાજ્યમાં આ બેય ક્ષેત્રોમાં યુવાશક્તિના કૌશલ્યને નિખાર આપી રોજગારી તથા નાના મોટા MSME દ્વારા આત્મનિર્ભર બનાવવાનો છે.એકાઉન્ટીંગ એન્ડ ફાયનાન્સ,હેલ્થકેર,એવી એન્ડ ઇ.એસ.એસ,એચ.આર,ડેટા મેનેજમેન્ટ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં IT અને ITES નો મહત્તમ ઉપયોગ કરવામાં આપણે આ નવી પોલિસીમાં પ્રોત્સાહનો જાહેર થયેલા છે.ગુજરાત સરકાર સાથે કરેલા આ MoU અંતર્ગત એનાલીટીકસ બિઝનેસ સોલ્યુશન્સ રાજ્યની અગ્રણી યુનિવર્સિટીઝ સાથે ટાઇ અપ કરીને ITES સેક્ટરમાં પ્રતિભાવાન યુવાઓ માટે વધુ રોજગાર સર્જન માટે કેરિયર કાઉન્સેલિંગ કરશે.
આ MoU પર સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જિતુભાઈ વાઘાણી,શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોર,મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી,કંપનીના એમડી સતિષ પટેલની ઉપસ્થિતિમાં આ MoU પર રાજ્ય સરકારના સાયન્સ-ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ અને એનાલિટીકસ બિઝનેસ સોલ્યુશન્સ વતી કન્ટ્રીહેડ અને પ્રેસિડેન્ટ રાજીવ ભાટિયાએ હસ્તાક્ષર કર્યા હતા.