ગુજરાતમાં કોરોનાના કારણે જે રીતે ધંધા-ઉદ્યોગ બે માસથી વધુ સમયથી બંધ પડ્યા છે તેમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલેએ એવું જણાવ્યું કે રાજ્ય સરકાર કોરોનાનો મુકાબલો કરવામાં રોજ એક કરોડ રુપિયાનો ખર્ચ કરે છે. પરંતુ લોકડાઉનના કારણે જે આર્થિક ફટકો પડ્યો છે તેમાં ગુજરાત ક્યારે બેઠુ થશે તેની કોઇ ગેરન્ટી નથી.એક વાતીચીતમાં જણાવ્યું કે ગુજરાતમાં હજુ કોરોનાનો ભય છે.આ કોરોનાને ભગવાન જ અટકાવી શકે. ગુજરાતનાં અર્થતંત્રને બેઠુ થતા સમય લાગશે. પટેલે સ્વીકાર્યું કે આપણે ફક્ત અનુમાનથી આગળ વધી રહ્યા છીએ. કોરોનાનો કોઇ અભ્યાસ નથી કે કોઇ તર્ક નથી. હવે જ્યારે કોરોનાનો બીજો રાઉન્ડ વુહાનમાં આવી રહ્યો છે ત્યારે શું થશે તેમાં આપણે કઇ શકીએ નહીં.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક અખબરના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,ગુજરાત કોરોનાની પરિસ્થિતિ વચ્ચે પણ કોઈ પણ તકલીફ પડશે નહીં. ગુજરાતમાં હજુ પણ કોરોનાનો ભય છે અને તેને ભગવાન જ અટકાવી શકે બાકી આપણે તો પ્રયત્ન કરીએ જ છીએ. બીજા રાજ્યોના શ્રમિકો વહેલામાં વહેલી તકે પાછા આવી જશે એમના રાજ્યોમાં ક્યાં રોજગારી મળે છે.ગુજરાતને પુનઃ સ્થાપિત કરતા હજુ છ મહિના જેટલો સમય લાગશે પરંતુ સંપૂર્ણ ક્યારે બેઠું હશે તેની કોઈ ગેરંટી નથી.છેલ્લા બે મહિનાથી થયેલો ખર્ચ સરભર થતા સમય લાગશે ગુજરાતના અર્થતંત્રને પગભર થતાં હજુ ઘણો સમય લાગશે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે,કોરોના આખી દુનિયામાં પ્રથમ વખત આવેલો છે.તેનો કોઈ અભ્યાસ નથી અનુમાન જ છે,શું થશે તો ભગવાન જ કરી શકે પણ આપણે ચમ સાથે મુકાબલો કરીશું.રાજ્ય સરકારની આર્થિક સ્થિતિ માટે કપરો સમય છે. આવક બંધ થઈ ગઈ છે ખર્ચ વધ્યો છે.હજુ આવક ક્યારથી મળશે નક્કી નથી સરકાર પર ભારે આર્થિક બોજો છે,પણ પ્રજાના આરોગ્ય અને સુરક્ષા માટે કંઇ કચાશ રાખવામાં આવશે નહીં.માત્ર કોરોનાની સારવાર માટે જ રોજના એક કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. એક PPE કીટની કિંમત 500થી 700 છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના કારણે ધંધા-રોજગાર બંધ થતા શ્રમિકોની હાલત કફોડી બની છે.તેથી ગુજરાતમાં રોજગારી મેળવવા આવેલા શ્રમિકોને ધંધા રોજગાર બંધ થઈ જતા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેથી રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને તેમના વતન પરત મોકલવા માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી હતી.મોટાભાગે શ્રમિકો તેમના વતન પહોંચી ગયા છે ત્યારે એક એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વતન ગયેલા શ્રમિકોમાંથી 65 ટકા શ્રમિકો પરત નહીં આવે તો રાજ્યમાં 50થી 55 ટકા જેટલા ઉદ્યોગોને અસર થશે.


