– ગુજરાતને જલ્દી મળશે નવા મુખ્ય સચિવ
– પંકજ કુમારનો કાર્યકાળ 31 જાન્યુ.એ પૂર્ણ થશે
– એસ અપર્ણા,મુકેશ પુરી,રાજકુમારના નામ મોખરે
ગુજરાતને જલ્દી નવા મુખ્ય સચિવ મળે તેવી શક્યતા જોવા મળી રહી છે.ગુજરાના મુખ્ય સચિવ તરીકે IAS પંકજ કુમારની નિમણુંક કરવામાં આવી હતી.જે બાદ તેમણે પોતાનો કાર્યકાળ સંભાળ્યો હતો.જો કે, હવે તેમને સોંપવામાં આવેલા કાર્યકાળનો સમય પૂર્ણ થતા ગુજરાતને નવા મુખ્ય સચિવ મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે 31 ઓગસ્ટના રોજ નિવૃત્ત થતા અનિલ મુકીમના અનુગામી તરીકે IAS પંકજ કુમારની નિમણૂક કરવામાં આવી હતી.પંકજ કુમાર મૂળ બિહારના વતની છે અને તેઓ 1986 બેચના અધિકારી છે.તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખૂબ નજીકના ગણાય છે.છેલ્લી કેબિનેટ બેઠકમાં ભાગ લઈને સૌકોઈનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમના બાદ મુખ્ય સચિવ તરીકે એસીએસ હોમ પંકજ કુમાર તથા એસીએસ ઈન્ડસ્ટ્રી રાજીવ ગુપ્તા રેસમાં આગળ હતા. એમાંથી પંકજ કુમારની પસંદગી નવા મુખ્ય સચિવ તરીકે કરાઈ છે.ત્યારે હવે 31 જાન્યુઆરી 2023ના રોજ પંકજ કુમારનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે.
મહત્વનું છે કે,જ્યારે પંકજ કુમારની પસંદગી કરવામાં આવી ત્યારે રેસમાં એસીએસ ઈન્ડસ્ટ્રીના રાજીવ ગુપ્તા રેસમાં આગળ હતા.જ્યારે આ વખતે એસ અપર્ણા,મુકેશ પુરી અને રાજકુમારના નામ મોખરે છે.જેમાં એસ અપર્ણા હાલ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે.મુકેશ પુરી ખેતી-પશુપાલન વિભાગમાં અધિક સચિવ છે.જ્યારે રાજકુમાર હાલ ગૃહ વિભાગમાં અધિક મુખ્ય સચિવ છે.રાજકુમાર 1987 બેચના IAS અધિકારી છે.જ્યારે એસ.અપર્ણા,મુકેશ પુરી 1988 બેચના IAS અધિકારી છે.
હાલ નવા મુખ્ય સચિવના નામોને લઈને જુદી-જુદી ચર્ચાઓ કરવામાં આવી રહી છે.ત્યારે 30 જાન્યુઆરીના રોજ પંકજ કુમારનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નવા મુખ્ય સચિવની નિમણૂક કરવામાં આવશે.જેમાં જોવું રહ્યું કે, રાજકુમાર,એસ.અપર્ણા કે પછી મુકેશ પુરીમાંથી કોણ આ રેસમાં બાજી મારી જશે.