– અધિકારીઓ પાસે પ્રજાલક્ષી કામો કરાવવાનો પડકાર
– વિકાસલક્ષી કામોની સમીક્ષા કરવા માટે સૂચના અપાઇ મંત્રીઓને આદેશ, સમર્થકોની શુભેચ્છા છોડી કામે લાગો
અમદાવાદ : જૂના જોગીઓને ઘરભેગા કરીને નવા નિશાળીયાઓના હાથમાં ગુજરાતનુ સુકાન સોંપાયુ છે.હવે રીઢા અિધકારીઓ પાસે પ્રજાના કામો કઢાવવા એ નવા મંત્રીઓ માટે પડકાર સમાન છે.આ સંજોગોમાં વહીવટી સૂઝબૂઝ માટે મંત્રીઓના તાલીમ આપવા નક્કી કરાયુ છે.આ જોતા મંત્રીઓની પાઠશાળાનુ આયોજન કરાયુ છે.ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 20 મંત્રીઓએ એવા છે જે પહેલીવાર જ મંત્રી બન્યા છે.એટલું જ નહીં, નવા નિશાળીયા ગણાતા મંત્રીઓને કેબિનેટ મંત્રીનુ પદ અપાયુ છે.
હવે આગામી વિધાનસભાની ચૂંટણીને જોતાં મંત્રીઓએ એવુ પર્ફમન્સ દેખાડવુ પડશે કે, લોકોના સંવેદનશીલ સરકારનો અનુભવ થાય.પ્રજાના કામો ઝડપથી ઉકેલાય તે માટે મંત્રીઓએ કામ કરવુ પડશે.એટલું જ નહીં, પોતાના વિભાગમાં 100 ટકા પર્ફમન્સ દેખાડવુ પડશે. આ માટે દિલ્હી હાઇકમાન્ડે નિર્દેશ આપ્યા છે.
સૂત્રોના મતે, અત્યારે તો મંત્રીઓને મત વિસ્તારમાંથી સમર્થકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીએ બધાય મંત્રીઓને સરકારી કામ સિવાય ગાંધીનગર નહી છોડવા સૂચના આપી છે.અત્યારે તો મંત્રીઓને આદેશ અપાયો છેેકે,સમર્થકોની શુભેચ્છા, હારાતોરા છોડીને પ્રજાના કામોમાં લાગી જાઓ.સાથે સાથે પોતાના વિભાગના અિધકારીઓ સાથે બેઠકો કરવા પણ નિર્દેશ અપાયા છે જેથી સોમવારથી સચિવાલયમાં મંત્રી અને અિધકારીઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ થશે.
નવા નિશાળિયા મંત્રીઓને પ્રજાના કામો ફટાફટ થાય અને કેવી રીતે વહીવટ કરવો તે અંગે તાલીમ આપવા નક્કી કરાયુ છે.હવે થોડાક દિવસોમાં બે દિવસીય વિધાનસભા સત્ર મળી રહ્યુ છે ત્યારે નવા મંત્રીઓ વિપક્ષના આક્ષેપોનો સામનો કરવો તેમ છે જેના કારણે મંત્રીઓને સત્ર માટે તૈયારી કરવા પણ કહી દેવાયુ છે.વિકાસના કામોની સમિક્ષા કરવા પણ આયોજન કરાયુ છે. આમ, થોડાક દિવસોમાં નવા નિશાળીય મંત્રીઓની પાઠશાળા પણ શરૂ થશે.


