ગુજરાતમાં આ વખતે AAPના નેતા કેજરીવાલનું આગમને અલગ જ માહોલ ઉભો કરતા હવે ભાજપ માં હલચલ મચી ગઇ છે અને કેજરીવાલની ગતિવિધિઓ પર નજર રાખવા સરકારના આઈ.બી.થી માંડીને પક્ષના સમર્થકો અને અમદાવાદના સ્થાનિક કેટલાક નેતાઓ ધંધે લાગ્યા હોવાનું મનાય છે અને અનેક આગેવાનો ભાજપ છોડી આપમાં જોડાવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે આપને નજર અંદાજ કરતા આપની એન્ટ્રી થઈ ચુકી છે અને સુરતથી હવે ધીમે ધીમે રાજ્યમાં છવાઈ જવા આપ પાયો નાખી રહ્યું છે,ભાજપના સ્થાનિક આગેવાનો અલગ અલગ જિલ્લામાંથી ભાજપ છોડી આપમાં જોડાતા આપનું વર્ચસ્વ વધી શકે છે.આજે અનેક નેતાઓ આપમાં જોડાશે.
આખરે કેજરીવાલ અમદાવાદમાં આવી ચુક્યા છે જ્યાં શહેર પ્રમુખ સહિત કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું પાર્ટી કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે જ્યાં ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજાશે અમદાવાદ એરપોર્ટ ઉપર આપના અગ્રણીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.અમદાવાદમાં આજે આપ ના સુપ્રિમો કેજરીવાલ આવવાના હોય તેઓના સ્વાગત માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા મર્યાદિત લોકો એરપોર્ટ ઉપર હતા જેઓ એ કેજરીવાલનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.
અમદાવાદમાં નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન માટે તૈયારી થઈ ચૂકી છે જેને લઈને કાર્યકરો સવારથી સ્વાગતની કામગીરીમાં જોડાઈ ગયા છે.કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.શહેરમાં ઠેર ઠેર બેનર પણ લગાવ્યા હતા.કેજરીવાલના સ્વાગત માટે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા,અમદાવાદ શહેર પ્રમુખ જે. જે મેવાડા,ભેમાભાઈ ચૌધરી અને અન્ય કાર્યકરો ખડેપગે રહ્યા છે અહીં પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ નો કાફલો ગોઠવાયા ગયો છે.દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલ હવે પત્રકારો ને સંબોધન કરશે.


