દેશ – દુનિયા માટે પ્રદૂષણ,એ અત્યારે સૌથી ખતરનાક દુષણ છે.ઔદ્યાગીકરણ અને સુખ સુવિધા પાછળની આંધળી દોટ વિશ્વ વિકાસને નોંતરી રહ્યું છે.દુનિયાનાં અનેક શહેરો એવા છે જ્યા પ્રદુષણનું સ્તર એટલુ તો વઘારે નોંધવામાં આવે છે કે સામાન્ય માણસ શ્વાસ પણ લઇ શકતો નથી.
વિશ્વનાં અનેક શહેરો ક્રિટિકલ પોલ્યુટેડ કેટેગરીમાં સામેલ છે અને આવા તમામ શહેરો પર અનેક પ્રકારનાં નિયંત્રણો લાદવામાં આવ્યા છે,નિયંત્રણોમાં પણ ખાસ કરીને ઔદ્યોગીક વિકાસ અને વસાહતો માટેનાં નિયંંત્રણો ખાસ કડક અને વૈશ્વિક હોય છે. ભારત સહિત ગુજરાતમાં પણ આવા અનેક શહેરો છે અને આમાંથી 5 શહેરોને હાલ ક્રિટિકલ પોલ્યુટેડ કેટેગરીમાં મુક્તિ મળી હોવાનું સામે આવી રહ્યું છે.ભારતમાંની શહેરોની લાંબી યાદીમાંથી ગુજરાતના 5 શહેરોની ઔદ્યોગિક વસાહતોને કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયનાં નિર્ણયનાં અંતે ક્રિટિકલ પોલ્યુટેડ કેટેગરીમાં મુક્તિ મળી છે.આ શહેરોમાં અમદાવાદ,સુરત,વડોદરા,અંકલેશ્વર અને વાપીનો સમાવેશ થાય છે.મુક્તિનાં કારણે આ શહેરોમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને રોજગારીની તકો પણ વધશે તે ચોક્કસ રીતે કહી શકાય.