અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાની રણનીતિમાં કેટલાંક બદલાવ કર્યા છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ધમાકેદાર પ્રચાર કર્યો હતો,તો આ વખતે ચૂંટણીની તારીખ જાહેર થઈ તે બાદથી આજ દિવસ સુધી હજુ ગુજરાતમાં ડોકાયા નથી,રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રાનું સંચાલન કરી રહ્યાં છે.હિમાચલ પ્રદેશની ચૂંટણી પ્રચારમાં પણ રાહુલ ગાંધી દૂર રહ્યાં.પાર્ટી સૂત્રોની વાત માનીએ તો કોંગ્રેસે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ઠીક ઠીક સંપર્ક કર્યો છે.કોંગ્રેસને ત્યાં સારું પ્રદર્શન જોવા મળશે તેવી આશા હતી પરંતુ આપના વધતા જનાધારથી પાર્ટી પોતાની રણનીતિ બદલાવવા મજબૂર બન્યા છે.
ભાજપને થયો ડબલ ફાયદો
વર્ષ 2017માં 182 સીટમાંથી ભાજપને ફાળે 99 અને કોંગ્રેસના ખાતામાં 77 સીટ આવી હતી.તે સમયે ભાજપને પાટીદાર અનામત આંદોલનનું ભોગ બનવું પડ્યું હતું.જો કે આ વખતની સ્થિતિ જુદી છે. 2017માં જે બે આંદોલનકારીએ ભાજપની મત બેંક તોડી હતી તે બંને નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર હાલ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યાં છે.ભાજપના નેતાના મંતવ્ય પ્રમાણે પાર્ટીને ડબલ ફાયદો થયો છે.આંદોલનકારી નેતા હવે ભાજપમાં છે તો આમ આદમી પાર્ટીની સક્રિયતાથી કોંગ્રેસને નુકસાન થઈ શકે છે.આજ કારણ છે કે ગુજરાતમાં રાહુલ ગાંધીની રેલીઓનું આયોજન કરાયું છે.સોનિયા ગાંધી પણ અહીં કેટલીક જનસભાઓ કરી શકે છે.પાર્ટીનું ફોકસ હવે આદિવાસી,દલિત,પછાત વર્ગ,પટેલ અને મુસ્લિમ મતબેંકને સાધવાની છે.
2017ની ચૂંટણીમાં વિવિધ આંદોલનોએ ભાજપની મત બેંક તોડી હતી
ગત વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં પટેલ અનામત આંદોલન શરુ થયું હતું.તેનાથી પાર્ટીને રાજકીય નુકસાન થયું હતું.પરિણામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સીટ બે આંકડામાં જ સમેટાઈ ગઈ હતી.જો કે ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી હતી. અલ્પેશ ઠાકોર કે જેમને ઠાકોર સેનાના નામથી એક મોટું સંગઠન બનાવ્યું હતું, હવે તેઓ કમળ સાથે છે.ઠાકોર સેના સંગઠન ગુજરાતમાં દસ હજારથી વધુ ગામોમાં ફેલાયેલું છે.જ્યારે હાર્દિક પટેલે પણ કોંગ્રેસમાંથી નીકળી કેસરીયો ધારણ કર્યો છે જેનો ફાયદો મળે છે કે નહીં તે તો પરિણામ બાદ જ ખ્યાલ આવશે.પરંતુ હાલ ભાજપ આંદોલનકારી નેતાઓ પોતાના પક્ષમાં લઈ 2017ની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન ન થાય તેનો ખ્યાલ જરુરથી રાખ્યો છે.
AAPથી ભાજપને કોઈ જ નુકસાન નહીં
ભાજપને કોંગ્રેસ કેટલું સક્રિય છે તેની જાણ હતી.કોંગ્રેસ પાર્ટી ગ્રામીણ વિસ્તારોમાં પહોંચી રહી છે તે વાતનો ખ્યાલ વડાપ્રધાન મોદીને પણ હતો.તેથી જ તેમણે સાર્વજનિક મંચથી આ વાતને લઈને ઈશારો પણ કર્યો હતો.જો કે ભાજપ પોતાના કેડર વોટ બેંકના સહારે તે વાતથી નિશ્ચિત છે કે આમ આદમી પાર્ટી તેને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે.તેઓ કોંગ્રેસ પાર્ટીની વોટ બેંક તોડશે.આ પહેલાં દિલ્હી અને પંજાબમાં આપે કોંગ્રેસને સંપૂર્ણરીતે સાફ કરી દીધું છે.ગુજરાતમાં લગભગ 49 ટકા વોટ પછાત વર્ગના છે.જ્યારે લગભગ 12 વોટ પટેલ છે.ગુજરાતમાં 15 ટકા જેટલી વસતિ આદિવાસી છે.પછાત વર્ગો ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસનો સારો એવો પ્રભાવ રહ્યો છે.જો કે આ વખતે આ પ્રભાવ યથાવત રહેશે કે આપ બાજી મારશે તે 8 ડિસેમ્બર બાદ જ ખ્યાલ આવશે.
કોંગ્રેસનો ટાર્ગેટ 125 સીટ જીતવાનો
ગુજરાતમાં પટેલા આંદોલન ખતમ થઈ ગયું, આંદોલન કરનારા નેતાઓ ભાજપમાં સામેલ થઈ ગયા, ઓબીસી સમુદયા માટે કામ કરનારા નેતા અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં સામેલ થઈ ગયા, તો આમ આદમી પાર્ટીની વધતી સક્રિયતા સહિતના મુદ્દા કોંગ્રેસ વિરૂદ્ધ જઈ રહ્યાં છે.ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ હાલમાં જ કહ્યું હતું કે રાજ્યમાં 52,000 બૂથોમાંથી દરેક બૂથ પર 25 નવા કાર્યકર્તાઓ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો ટાર્ગેટ 125 સીટથી વધુ બેઠક જીતવાનો છે.જો કે બીજી બાજુ તે વાત પણ જોર પકડી રહી છે કે ગુજરાતમાં આપ ભલે જ બહુમતી ન મેળવી શકે પરંતુ શહેરી વિસ્તારમાં વોટબેંક તોડી શકે છે.ત્યારે જો આવું થયું તો કોંગ્રેસને સીધું જ નુકસાન થઈ શકે છે.આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પાર્ટીએ જે ટાર્ગેટ રાખ્યો છે તે દૂર થઈ રહ્યો છે.આ કારણ જ છે કે પાર્ટીએ રાહુલ ગાંધીની કેટલીક રેલીઓની યોજના બનાવી છે. આ ઉપરાંત સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ જનસભા સંબોધી શકે છે.પાર્ટીનું ફોકસ હવે આદિવાસી,દલિત,પટેલ અને મુસ્લિમ મતબેંકને સાધવાની છે.લગભગ 1.59 કરોડ લોકો સુધી રાહુલ ગાંધીના આઠ વચનોવાળા પત્રને વિતરિત કરવામાં આવી રહ્યાં છે.