– કારમી હાર બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે,જનતાના જનાદેશનો સ્વીકાર છે
રાજ્યમાં ત્રણ દિવસ પહેલા યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવ્યા છે.આ વખતની મનપા ચૂંટણીના પરિણામોએ એકદમ નવી સમીકરણો બનાવ્યા છે.ઓવરઓલ જોઇએ તો રાજ્યની તમામ 6 મનપામાં ભાજપનો કેસરિયો લહેરાયો છે.તો કોંગ્રેસના સૂપડા સાફ થયા છે.જે રીતે દેશમાં કોંગ્રેસ નબળી પડી રહી છે,તેનો વધું એક પરચો ગુજરાત મનપાની ચૂંટણીમાં જોવા મળ્યો છે.આ તરફ આમ આદમી પાર્ટીની ગુજરાતના રાજકારણામાં એન્ટ્રી થઇ છે.સુરતમાં 27 સીટો પર આપનો વિજય થયો છે.જેની સામે સુરતમાં કોંગ્રેસ પોતાનું ખાતુ ખોલવામાં પણ સક્ષમ રહી નથી.તો આ તરફ અમદાવાદમાં ઓવૈસીની પાર્ટી એ 7 સીટો પર વિજય મેળવીને ગુજરાત માં એન્ટ્રી કરી છે.તો સૌરાષ્ટ્રના જામનગરમાં બસપાએ પાંચ સીટો સાથે ગુજરાતમાં
પોતાનું ખાતુ ખોલ્યું છે.ભાજપે 483 સીટ મેળવી છે,તો કોંગ્રેસ માત્ર 55 સીટમાં સમેટાઈ ગઈ છે.
ગુજરાતાની ગત 2015ની મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો, 2015ના વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ 6 મનપાની કુલ 390 બેઠક પર કબ્જો મેળવ્યો હતો.જ્યારે 175 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો.તો વર્તમાન મનપાની ચૂંટણીમાં ભાજપે રાજ્યની મનપાની કુલ 483 બેઠકો પર જીત મેળવી છે.તો કોંગ્રેસ માત્ર 55 સીટો પુરતી સિમિત રહી ગઇ છે.રાજ્યમાં 6 મનપાની કુલ 576 સીટો માટે ચૂંટણી યોજાઇ હતી.ભાજપે તમામ 6 મનપામાં 2015ના વર્ષની સરખામણી ઘણુ સારુ પ્રદર્શન કર્યુ છે.જ્યારે તમામ શહેરોમાં કોંગ્રેસની નાવ ડૂબી છે.ગુજરાતની 6 મનપામાં કોંગ્રેસનો કારમો પરાજય થયો.ત્યારે કારમી હાર બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે,જનતાના જનાદેશનો સ્વીકાર છે.શહેરી વિસ્તારમાં સંગઠન વધારવા ચચર્િ કરીશું. ફરી વિશ્વાસ જાગે તેવી લડાઈ લડીશું.
હારમાંથી શીખ લઈ ફરી લોકોના હકની લડાઈ લડીશું.તો પંચમહાલના ગોધરામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મહાનગર પાલિકામાં કોંગ્રેસની થયેલી કારમી હાર મુદ્દે આપ્યું નિવેદન આપતા કહ્યું કે,આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ વિચાર વિમર્શ કરશે.ઓછું મતદાન પણ કોંગ્રેસની હાર પાછળનું પરિબળ હોવાનું જણાવ્યું.આ સાથે જ આગામી જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ સારા પ્રદર્શન સાથે જીત નોંધાવશે તેવો દાવો કર્યો.તેમણે કહ્યું કે,કોંગ્રેસે લઘુમતી સમાજ સાથે પોતાની લાગણી અને માંગણી યોગ્ય રીતે રજુ કરી હોત તો વધુ સારું પ્રદર્શન કરી શકાયું હોત.


