– બ્રિટનથી માતા-પિતાને મળવા આવેલી પરિણીતામાં કોરોનાના નવા પ્રકારે દેખા દીધી
સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ મળી આવ્યો છે.ઈંગ્લેન્ડથી હજીરા આવેલી યુવતી નવા કોરોના વાયરસથી સંક્રમિત માલૂમ પડી છે.યુવતીના પરિવારના બે લોકો કોરોના ચેપગ્રસ્ત થતા તેમને કોવિડ હોસ્પિટલના અલાયદા વોર્ડમાં રખાયા છે.માતા અને બંને પુત્રીની તબિયત નોર્મલ છે.આ પરીણિતાના પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.યુવતીના પિતાને પણ ઓબ્ઝર્વેશનમાં રખાયા હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.
કોરોના વાયરસના નવાની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે.યુકેથી સુરતના હજીરા નિવાસી માતા-પિતાને મળવા આવેલી પરિણીતાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.પરિણીતાના સંપર્કમાં આવેલી તેણીની માતા અને બહેનને પણ કોરોના ડિટેક્ટ થતાં ત્રણેયને સુરત નવી સિવિલ કેમ્પસમાં આવેલા કોવિડ-19 હોસ્પિટલના દસમા માળે દાખલ કરી સારવાર શરૂ કરાઈ છે.જ્યારે પરિણીતાના કોરોના નેગેટિવ પિતાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગે વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા લોકોની તપાસ શરૂ કરતા આ પરિણીતાનું સરનામું સામે આવ્યું હતું.ત્યારબાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે ગત તા. 27મીએ પરિણીતાના સંપર્કમાં આવેલા માતા-પિતા તેમજ બહેનનો પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.જેમાં પરિણીતા તેમજ તેણીની માતા અને બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.કોરોનાના નવા સ્ટ્રેનની આશંકા સાથે ત્રણેય દર્દી માટે મંગળવારે સાંજથી સિવિલ સ્થિત કોવિડ-19 હોસ્પિટલના દસમા માળે અલાયદી વ્યવસ્થા કરી દેવાઈ હતી.


