ગુજરાતમાં કોરોના વાયરસે એક જ દિવસમાં ગુજરાતને ચપેટમાં લઈ લીધું છે. ગુજરાતના ચારે મહાનગરોમાં કોરોના વાયરસનાં કેસ સામે આવ્યા છે. ફ્કત એક જ દિવસમાં ગુજરાતમાં કોરોના વાયરસનાં 7 કેસ નોંધાતા સરકાર સહિત આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એકલા અમદાવાદમાં જ કોરોના વાયરસના 3 કેસ નોંધાયા છે.
ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા ટવીટર પર આ માહિતી શેર કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે ટ્વીટ કરતાં લખ્યું છે કે, ગુજરાતમાં કોરોના વાયરસનાં બે વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. અને અત્યાર સુધી ટોટલ 7 પોઝિટિવ કેસ ગુજરાતમાં નોંધાયા છે. અને આ જ ટ્વીટમાં રિપ્લાય આપતાં જિલ્લાવાર કેસોની સંખ્યા પણ જણાવી હતી. અમદાવાદમાં 3 કેસો સામે આવ્યા છે. તો વડોદરામાં બે પોઝિટિવ કેસો અને સુરત અને રાજકોટમાં એક-એક કેસ નોંધાયો છે.કોરોના વાયરસને કારણે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત અનેક શહેરોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તો રાજ્યોના અનેક જિલ્લાઓમાં ચાની લારીઓ અને પાનનાં ગલ્લાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે જ સીએમ રૂપાણીએ લોકોને જાહેરમાં ભેગાં ન થવાની અપીલ કરી છે. તો 31 માર્ચ સુધી તમામ લોકોને ઘરે રહેવા નમ્ર વિનંતી છે.