અમદાવાદ, તા. 22 એપ્રિલ 2020, બુધવાર
રાજ્યમાં આજે કોરોનાના નવા 94 કેસ નોંધાતા આંકડો 2272 પર પહોંચ્યો છે.આણંદ જિલ્લાના પેટલાદમાં સિવિલના ડોક્ટર્સનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. જેથી સિવિલ હોસ્પિટલના પાંચ જેટલા કર્મચારીઓનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો.ત્યારે વહીવટી તંત્ર દ્વારા ડોક્ટરના રહેણાંક વિસ્તારને સીલ કરાયો છે. આ ઉપરાંત પેટલાદ પાલિકાએ આ વિસ્તારને સેનેટાઈઝ કર્યો છે.
સુરતમાં 17 કેસ ,બોટાદમાં વધુ બે કેસ, અમદાવાદમાં 61 નવા કેસ,વડોદરામાં 8 નવા કેસ, રાજકોટમાં એક કેસ પોઝિટીવ આવ્યો છે.હાલમાં 13 લોકો વેન્ટીલેટર પર છે.જ્યારે 2020 લોકોની સ્થિતિ સ્ટેબલ છે.
અમદાવાદમાં 4 લોકોને રજા આપવામાં આવી છે.રાજ્યમાં 5 લોકોનાં મોત નીપજ્યા છે.કુલ મોતનો આંકડો 95 પર પહોંચ્યો છે.અમદાવાદમાં આ વિસ્તારોમાં કેસો નોંધાયા છે જેમાં મુખ્યત્વે રાયપુર,મેઘાણીનગર,ગોમતીપુર,શાહીબાગ,બહેરામપુરા,જમાલપુર,આસ્ટોડિયા,થલતેજ,દાણીલીમડાનો સમાવેશ થાય છે.મંગળવારે સાંજથી બુધવારે સવાર સુધી ગુજરાતમાં કોરોના વાયરસના નવા 94 કેસ સામે આવ્યા છે. તો મૃત્યુઆંકમાં પાંચનો વધારો થયો છે. નવા 94 કેસની સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2272 પર પહોંચી છે. તો પાંચ લોકોના મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક 95 પર પહોંચી ગયો છે.
અમદાવાદમાં નવા 61 કેસ નોંધાયા છે.આ સાથે અમદાવાદમાં કોરોના પીડિતોની સંખ્યા 1434 પર પહોંચી છે.તો સુરતમાં કુલ કેસોની સંખ્યા 364,વડોદરામાં 207 અને રાજકોટમાં 41 પર પહોંચી છે. તો પાંચ લોકોને સારવાર બાદ રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના 2272 કેસ નોંધાયા છે. જેમાંથી હાલ 2020 એક્ટિવ કેસ છે.સારવાર લઈ રહેલા લોકોમાં 13 દર્દીઓ વેન્ટિલેટર પર છે.તો 144 દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. તો કુલ 95 લોકોના મૃત્યુ થયા છે.
મંગળવારે સાંજથી બુધવારે સવારે જે પાંચ લોકોના મૃત્યુ થયા છે.તેમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં એક વ્યક્તિનું મૃત્યુ અને વલસાડમાં એકનું મોત થયું છે.આ પાંચેય મૃત્યુ પુરૂષોના થયા છે. જેમાં બે પુરૂષોની ઉંમર 60 વર્ષ,તો એકની 52,એકની 56 અને વલસાડમાં જેનું મૃત્યુ થયું છે તેની ઉંમર 21 વર્ષની છે.
અમદાવાદમાં 61 કેસ, સુરતમાં 17 કેસ, બોટાદમાં 2 કેસ, રાજકોટમાં 1 કેસ, અરવલ્લીમાં 5 કેસ અને વડોદરામાં 8 કેસ નોંધાયા છે.