ગાંધીનગર : કોરોનાએ ગુજરાતમાં તેનો કહેર બરકરાર રાખ્યો છે અને તેના આ કહેર એ આજે ફરી તેનું વરવું રૂપ બતાવતા રાજ્ય માં આજે એક જ દિવસમાં ૪૭૭ નવા કેસો નોંધાતા રાજ્યમાં અત્યાર સુધી ના કુલ કેસો વધી ને ૨૦૫૭૪ થઈ જાવા પામ્યા છે.જ્યારે આજે રાજ્ય માં છેલ્લા ૨૪ કલાક માં ૩૧ વ્યક્તિઓના મોત થતા રાજય માં કુલ મૃત્યુઆંક વધીને ૧૨૮૦ પર પોહચ્યો છે.
રાજ્ય માં આજે નવા ૪૭૭ કેસો નોંધાયા છે.અમદાવાદમાં ચિંતાજનક રીતે કેસોમાં વધારો થઈ રહ્યો છે.આજે અમદાવાદમાં વધુ નવા ૩૪૬ કેસો નોંધાતા અમદાવાદમાં કુલ કેસોના આંક વધી ને ૧૪૬૩૧ થવા પામ્યો છે.રાજ્યમાં આજે નોંધાયેલા નવા કેસો ના જિલ્લા વાર આંકડા જોઈ એ તો સુરત માં ૪૮,વડોદરામાં ૩૫,ગાંધીનગરમાં ૪,મહેસાણામાં ૧,ભાવનગરમાં ૩, બનાસકાંઠામાં ૨, અરવલ્લીમાં ૪, સાબરકાંઠામાં ૫ ,પંચમહાલમાં ૪,કચ્છમાં ૧ ,ખેડામાં૧,જામનગરમાં ૫, ભરૂચમાં ૨,ગિરસોમનાથમાં૧, સુરેન્દ્રનગરમાં ૬,જૂનાગઢમાં ૪, નવસારીમાં ૨, અમરેલીમાં ૧ અને અન્ય રાજ્ય ના ૨ કેસો નો સમાવેશ થાય છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના કારણે ૩૧ વ્યક્તિઓ ના મોત થયા છે.જેમાં અમદાવાદ માં ૨૪, સુરત અને ગાંધીનગર માં ૨-૨ ,સાબરકાંઠા અને પંચમહાલ,રાજકોટ ખાતે ૧-૧ વ્યક્તિઓના મૃત્યુ થાય છે.આમ રાજ્ય માં અત્યાર સુધીમાં કુલ મૃત્યું આંક વધી ને ૧૨૮૦ પર પહોંચ્યો છે.
આજે વધુ ૩૨૧ વ્યક્તિઓ સાજી થતા તેમને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે.અત્યાર સુધીમાં કુલ ૧૩૯૬૪ વ્યક્તિઓ ને સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


