By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં જમીન રિ-સર્વેની કામગીરીમાં વ્યાપાક ભ્રષ્ટાચાર : અધિકારીઓના પાપે જમીન થઇ રહી છે ઓછી !
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં જમીન રિ-સર્વેની કામગીરીમાં વ્યાપાક ભ્રષ્ટાચાર : અધિકારીઓના પાપે જમીન થઇ રહી છે ઓછી !
GandhinagarGeneral

ગુજરાતમાં જમીન રિ-સર્વેની કામગીરીમાં વ્યાપાક ભ્રષ્ટાચાર : અધિકારીઓના પાપે જમીન થઇ રહી છે ઓછી !

HM News
Last updated: 12/07/2023 9:38 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

ગાંધીનગર : જ્યારથી ગુજરાતમાં ઓનલાઈન રિ-સર્વેની કામગીરી શરૂ થઇ છે,ત્યારથી અત્યાર સુધીમાં ખેડૂતો હેરાન-પરેશાન થઈ ગયા છે.રિ-સર્વેની નવી સિસ્ટમે તો ભ્રષ્ટાચારને પાંગળવા માટે મોટી ભૂમિકા ભજવી છે.રિ-સર્વેની ખરાબ કામગીરીના કારણે ખેડૂતોને મોટા પાયે નુકશાન ભોગવવું પડી રહ્યું છે અને વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યાં છે.ખેડૂતો પૈસા-સમયની બર્બાદી કરતાં હોવા છતાં રિ-સર્વેની ખરાબ કામગીરીના કારણે પ્રતિદિવસ તેમની મુશ્કેલીઓ વધી રહી છે.તો બીજી તરફ રિ-સર્વેની ખરાબ કામગીરી ખેડૂતોમાં પણ અંદરોદર ઝગડાનું મૂળ બની ગઇ છે.

ગુજરાતમાં રિ-સર્વેની કામગીરીમાં વ્યાપાક ભ્રષ્ટાચાર આચવામાં આવી રહ્યો છે.એટલુ જ નહીં, અધિકારી,પોલીસ અને રાજનેતાઓ સાથે જોડાયેલા મળતિયાઓ સુવ્યવસ્થિત રીતે કૌભાંડ આચરીને સરકારી જમીનો હડપી રહ્યાં છે.આ કારણોસર રાજ્યમાં ગૌચજ જ નહીં,સરકારી પડતર જમીનો પણ ઓછી થઈ ગઈ છે.આજે અમદાવાદ,રાજકોટ સહિત આખાય ગુજરાતમાં કુલ મળીને પાંચ કરોડ ચો.મી ગૌચરની જમીનો પર દબાણ છે.મહેસુલ વિભાગ તો ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબરે છે.આ આક્ષેપ કરીને કોંગ્રેસે જમીન માપણી મુદ્દે રાજ્ય સરકાર રિપોર્ટ જાહેર કરે તેવી માંગ કરી હતી.ગુજરાતમાં રિ-સર્વેની કામગીરી વર્ષ 2010-11થી શરૂ કરાઈ છે.જમીન માપણીમાં અનેક ભૂલો-ગેરરીતિ હોવા છતાંયા રાજકીય નેતાઓના હિત સચવાયેલા હોવાથી એજન્સીઓ સામે પગલા લેવાની જગ્યાએ મોટી રકમ ચૂકવી બખ્ખા કરાવી દેવાયાં છે.

વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં સરકાર સામે આક્ષેપ કર્યા કે, ખોટી માપણીને કારણે ખેડૂતોને નુકશાન થયું છે તેમ છતાંય સરકારના પેટનું પાણી હાલતુ નથી.જમીન માપણી કચેરીમાં વ્યાપક ગેરરીતી થઇ છે અને ભાજપના મળતિયા-માથાભારે તત્વોએ સરકારી જમીનો પર કબજો કરી લીધો છે.રિ-સર્વેના નામે ખાનગી વ્યક્તિઓ જમીનો પર કબજો મેળવી રહ્યાં છે.રાજ્યમાં ગૌચર-સરકારી પડતરની જમીનો ઓછી થઈ રહી છે. 18 હજાર ગામડાઓ પૈકી 3 હજાર ગામો એવા છે,જ્યાં ગૌચજ જ નથી.ગૌચરજની જમીનો પર મળતિયાઓએ કબજો કર્યો હોવાથી દબાણ દૂર કરાતુ નથી.રાજકોટમાં સૌથી વધુ 1.75 ચો.મી જમીન પર દબાણો છે.અમદાવાદમાં 13.35 લાખ ચો.મી,સુરતમાં 1.52 લાખ ચોમી, ભાવનગરમાં 49.96 લાખ ચોમી ગૌચરની જમીનો પર ગેરકાયદેસર રીતે દબાણો થયા છે.આવી પરિસ્થિતિનું નિર્માણ તે માટે જ થયું છે કેમ કે ભૂમિફિયાઓને સરકારમાં બેઠેલા રાજકારણી,પોલીસ અને અધિકારીઓનું જ રક્ષણ છે.

આજે અમદાવાદ,સુરત,રાજકોટ અને વડોદરા શહેરની કિમતી જમીનો અધિકારી,પોલીસ અને ભાજપના મળતિયાઓ ગણોતિયાના હક્કો ડૂબાડીને હડપી લીધી છે.અધિકારી-પોલીસ નોકરી નહીં પણ જમીનના વહીવટ કરે છે.ગુજરાતમાં સરકારી જમીન જ નહીં,ગરીબો પાસેથી જમીન હડપ કરવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે.કોંગ્રેસે ચિમકી ઉચ્ચીરી છે કે, જો સરકાર જમીન માપણી અંગે એકાદ અઠવાડિયામાં રિપોર્ટ જાહેર કરશે નહીં તો પાટનગરમાં જનમંચ કાર્યક્રમ યોજી આખીય વાતને ઉજાગર કરશે.

ફ્રાન્સમાં વિજય માલ્યા પર ઈડીએ કરી મોટી કાર્યવાહી, કરોડો રૂપિયાની સંપત્તિ કરી જપ્ત
કોલકાતામાં ‘મિની ચાઈના’ : જાણો ભારતના ચીની અખબાર ‘સેઓંગ પૉવ’ અને ચાઈનાટાઉન બંધ થવાની કહાણી
ચીખલી વન વિભાગ તાબાના ગામોમાં ખેર સાગના વૃક્ષો કાપવા મંજૂરી નહીં અપાતા ખેડૂતોમાં રોષ
ભારતમાં કોરોનાના 3277 નવા કેસ નોંધાયા, વધુ 128નાં મોત
સુરતના ડભોલી બ્રીજ પર દોડતી કારમાં આગ, સદનસીબે કોઈ જાનહાની નહીં
Share This Article
Facebook Email Print
Previous Article ઇઝારેયલના ન્યાયતંત્રમાં મોટા પાયે ફેરફારની સરકારની યોજના સામે હજારો લોકો સડકો પર
Next Article જાણો કોણ છે બાબુ દેસાઈ જેના પર ભાજપે ખેલ્યો છે દાવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up