By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં ત્રણ સિસ્ટમની અસર થશે, ધોધમાર વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી આગાહી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં ત્રણ સિસ્ટમની અસર થશે, ધોધમાર વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી આગાહી
AhmedabadGeneral

ગુજરાતમાં ત્રણ સિસ્ટમની અસર થશે, ધોધમાર વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી આગાહી

HM News
Last updated: 18/07/2023 7:48 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

– બંગાળનો ભેજ સરક્યુલેટ થતા ભારે વરસાદ લાવી શકે છે
– આજે અમરેલી,ભાવનગર,ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી
– અમદાવાદ-વડોદરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં ત્રણ સિસ્ટમની અસર તળે હવે 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતાઓ છે.જેમાં 17થી 20 જુલાઈ મુંબઈ,મહારાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે.તથા 19-20 જુલાઈએ મધ્ય ગુજરાત,અમદાવાદમાં વરસાદની વકી છે.તેમજ બંગાળનો ભેજ સરક્યુલેટ થતા ભારે વરસાદ લાવી શકે છે.

સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી

મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.અમદાવાદ-વડોદરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.અન્ય આધાર તેમજ ગ્રહોના આધારે જોતા આગામી જુલાઈ માસના અંત સુધીમાં ગુજરાત,સૌરાષ્ટ્ર,કચ્છના ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.રાજ્યમાં આજથી ભારે વરસાદની આગાહી છે.જેમાં આગામી 6 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે.સાથે જ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે.

આજે અમરેલી, ભાવનગર, ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી

આજે અમરેલી,ભાવનગર,ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે.તથા સુરત,નવસારી,વલસાડમાં પણ અતિ ભારે વરસાદની આગાહી સાથે 19 જુલાઇએ પોરબંદર,જુનાગઢમાં ભારે વરસાદની આગાહી છે.તેમજ અમદાવાદ,ખેડા,આણંદ,વડોદરામાં પણ ભારે વરસાદ પડશે સાથે જ ભરૂચ,સુરત,વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે.જુલાઈ-2023ની તા.20થી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવશે તેથી વરસાદ સારો પડવામાં છે.એટલે પુષ્ય નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહે.પુષ્ય નક્ષત્રના વરસાદનું પાણી ખેતીપાકો માટે સારું ગણાય છે.તા.19-20માં મધ્ય ગુજરાત અમદાવાદના ભાગો પૈકી કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહે.જુલાઈ તા.23 થી 26 અને 28 જુલાઈથી ઓગસ્ટ તા.3 સુધીમાં ગુજરાત,સૌરાષ્ટ્ર,કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

લો બોલો હવે Kangana Ranaut કહે છે કે, BJPને સમર્થન એટલે ભારતનું સમર્થન, મોદી કે અન્યને નહી
માતા અને દીકરી ભારત ફરી પાકિસ્તાન ચાલ્યા ગયા, પણ હવે પંજાબમાં તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો
ટ્રમ્પ સામે ઇમ્પીચમેન્ટ પ્રસ્તાવ રજૂ : આવતી કાલે મતદાન
ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિએ ક્વોરન્ટાઈન દરમિયાન હિંસક પ્રદર્શન કરનારાઓને ગોળી મારવાનો આદેશ આપ્યો
વડોદરા- સુરતમાં આપની રેલીમાં બબાલ, સમર્થકો આમને સામને આવી જતાં બંને બાજુ દંડાવાળી થઈ
Share This Article
Facebook Email Print
Previous Article PM મોદીએ 710 કરોડના ખર્ચે તૈયાર થયેલા વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું કર્યું ઉદ્ઘાટન
Next Article સુરત ક્ષત્રિય યુવક મંડળના પ્રમુખનું ભુસાવલના વેપારીએ દોઢ લાખનું કરી નાખ્યું !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up