અમદાવાદ, 31 જુલાઈ : ગુજરાતના જામનગરનો બુટલેગર હર્ષદ રામજી પડિયા અને તેનો સાથીદાર અમદાવાદના સાબરમતીનો મહેશ રાવજી ઠાકોર દ્વારા ગુજરાતમાં દારુ ઘુસાડવા માટે અને પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે આર્મીનો ડ્રેસ પહેરીને બે જણા એક મોંઘી લક્ઝુરીયસ કારમાં,આર્મીનો નંબર લગાવેલી કાર લઈને રાજસ્થાનના સિરોહીથી ગુજરાતની હદમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા,ત્યારે પોલીસ દ્વારા તેમની ગાડીને ઉભી રખાવીને તેમના નામ પૂછતા જામનગરનો હર્ષદ પડિયા બાજુમાં બેઠેલો મહેશ ઠાકોર છે,તેમ જણાવતા પોલીસને શક પડતા ગાડીની તલાશી લેતા તેની ગાડીમાંથી 585 બોટલ દારુ મળી આવતા બંને જણાને ગાડી સાથે પકડી લેવામાં આવ્યા છે અને દારુ જપ્ત કરી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બંને પાસે પરમીટ માંગવામાં આવી હતી પરંતુ તેમની પાસે થી કોઈ પરમીટ મળી નહોતી. પોલીસ દ્વારા બંને જણાના કોવીડ ટેસ્ટ કરીને ત્યારબાદ ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.