By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની એક બેન્ચ સ્થાપવી જોઇએ : હાઇકોર્ટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની એક બેન્ચ સ્થાપવી જોઇએ : હાઇકોર્ટ
AhmedabadGeneral

ગુજરાતમાં પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની એક બેન્ચ સ્થાપવી જોઇએ : હાઇકોર્ટ

HM News
Last updated: 23/09/2021 8:14 AM
HM News
4 years ago
Share
SHARE

– NGT અને કેન્દ્ર સરકારને સૂચન
– ગુજરાતના પર્યાવરણીય પ્રશ્નો માટે લોકોને પુણે જવું પડતું હોવાથી અમદાવાદમાં બેન્ચ સ્થાપવા માગણી કરાઇ હતી

અમદાવાદ : નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની એક બેન્ચ ગુજરાતના અમદાવાદમાં પણ સ્થાપવાનું સૂચન આપતો આદેશ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.અત્યારે ગુજરાતના પર્યાવર્ણીય મુદ્દાઓને રજૂ કરવા લોકોને ટ્રિબ્યુનલની પુણે બેન્ચ સુધી ધક્કો ખાવો પડતો હોવાથી એક સર્કિટ બેન્ચ ગુજરાતમાં પણ હોવી જોઇએ તેવી માગણી જાહેર હિતની રિટમાં કરવામાં આવી હતી.જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે આ મુદ્દે વિચારણા કરવા નેશનગ ગ્રીન ટ્રિબ્યુનલના ચેરમેન અને કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે.

હાઇકોર્ટમાં અરજદારો તરફથી રજૂઆત કરાઇ હતી કે લોકોને શુદ્ધ હવા,પાણી અને વાતાવરણ મળી રહે તે તે મુદ્દે ઉપસ્થિત થતા વિવિધ પ્રશ્નોના નિકાસ માટે વિશેષરૃપે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી છે.ટ્રિબ્યુનલી પ્રિન્સિપાલ બેન્ચ નવી દિલ્હીમાં છે અને અન્ય ચાર બેન્ચ ભોપાલ,પણે,કોલકાતા અને ચેન્નઇમાં છે.જેમાં ગુજરાતનો સમાવેશ પુણે બેન્ચના સત્તાક્ષેત્ર હેઠળ થાય છે.આમ છતાં પુણે દૂર હોવાથી મોટાભાગના અરજદારો માટે ત્યાં સુધી જવું મુશ્કેલીભર્યુ અને ખર્ચાળ છે.તેમાં પણ કોઇ આદિવાસી સમુદાય કે અન્ય ગરીબ સમુદાયના લોકોને પુણે સુધી જવું ખર્ચાળ બની રહે છે.

આ ઉપરાંત ગુજરાતમાંથી આવતા કેસોની સંખ્યા અને તમામ અરજદારોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતમાં પણ એક સર્કિટ બેન્ચની સ્થાપના થાય તો ઘણાં પર્યાવરણીય પ્રશ્નોનો ઝડપી નિકાલ આવી શકે તેમ છે.તમામ પક્ષોને સાંભળી હાઇકોર્ટે સૂચન કર્યુ છે કે કેન્દ્ર સરકાર અને ટ્રિબ્યુનલના ચેરમેન આ મુદ્દે વિચારણા કરે અને અમદાવાદમાં એક બેન્ચ શરુ થશે તો તે ન્યાયના હિતમાં રહેશે.

શાહીનબાગના મધ્યસ્થીઓએ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો, બુધવારે થશે સુનવણી
અજિત દોવાલ રાતે બે વાગ્યે મરકાઝ ખાલી કરાવવા પહોંચ્યા
લગ્નમાં વરરાજો અખબાર ન વાંચી શક્યો તો વધુએ લગ્ન કરવાની ના પાડી, જાણો આખો મામલો
ભારતની હર્ષદાએ વર્લ્ડ જુનિયર વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો
Oscar Awards 2022: વિલ સ્મિથે આ કારણે ક્રિસ રોકને લાફો માર્યો, બાદમાં માફી માગી
Share This Article
Facebook Email Print
Previous Article અયોધ્યામાં આ વખતે ખાસ રહેશે દિવાળી: 500 ડ્રોનની મદદથી આકાશમાં દેખાશે ભગવાન રામની જીવનગાથા
Next Article સાંસદો અને ધારાસભ્યોનું અપમાન કરવું નહીં, ઓફિસની બહાર બેસાડી ન રાખવા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up