અમદાવાદ : સોમવાર : ગુજરાતમાં ૮ જૂનથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ શકે છે.હવામાન વિભાગે આગામી ૮ થી ૧૦ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી ૨૪ કલાક બાદ ચાર દિવસ સુધી સરેરાશ મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે.આ ઉપરાંત ૮મીએ વલસાડ-નવસારી-દમણ-દાદરા નગર હવેલી,૯-૧૦ જૂનના વલસાડ-નવસારી-દમણ -દાદરા નગર હવેલી-સુરત-તાપી-અમરેલી-ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.આજે દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૨.૬ ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.અમદાવાદમાં આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહે અને કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.આગામી ૯ જૂન બાદ અમદાવાદમાં મહત્તમ તાપમાનનો ૪૦ ડિગ્રી થતાં ગરમીમાં રાહત મળી શકે છે.આજે દિવસ દરમિયાન ગાંધીનગર,રાજકોટ,ડીસા,પાટણમાં પણ મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીથી વધારે નોંધાયો હતો.


