રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.રાજ્યમાં આજે 10 વાગ્યા સુધીમાં 154 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે.સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં નોંધાયો છે.સુરતના કામરેજમાં 4 ઈંચ,માંડવીમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.ઉમરપાડામાં 3.5 ઈંચ, ઓલપાડમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.બીજી બાજુ ગુજરાતના તમામ જળાશયોમાં પાણીની જોરદાર નોંધપાત્ર આવક થઈ છે.રાજ્યના દાંતીવાડા,કરજણ,દમણગંગા,ઉકાઈ ડેમ, ઉંડ-1, ભાદર-2 અને કડાણા જેમમાં જોરદાર પાણીની આવક થઈ છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં હાલ ડેમોની સ્થિતિ જાણવા જેવી છે.ગુજરાતમાં દાંતીવાડા ડેમમા 770 ક્યુસેક પાણીની આવક થઈ છે.કરજણ ડેમમાં 27 હજાર 729 ક્યુસેક પાણીની આવક, વનકબોરીમાં 3600 ક્યુસેક પાણીની આવક,દમણગંગામાં 22 હજાર 181 ક્યુસેક પાણીની આવક થતા આ ડેમના 2 દરવાજા ખોલાયા છે. ઉકાઈમાં 72 હજાર 799 ક્યુસેક પાણીની આવક થઈ છે.ઊંડ 1માં 7,702 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે.ભાદર 2માં 24 હજાર 964 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 6 દરવાજા ખોલાયા છે.કડાણા ડેમમાં 2688 ક્યુસેક પાણીની આવક થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમમાં પણ પાણીની જોરદાર આવક થઈ છે.પાણીની આવક થતા ડેમની જળસપાટી 120 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 28000 ક્યુસેક પાણીની આવક થઈ છે.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 31 સેન્ટિમીટરનો વધારો થયો છે.આજે જળસપાટી 120 મીટર પર પહોંચી ગઈ છે.હજી પણ 1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટી બંધ છે.ડેમમાં કુલ જીવંત જથ્થો 1173 મિલિયન ક્યુબીક મીટર છે.


