– ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચનામાં જૂના મંત્રીઓની બાદબાકીને લઇને પેચ ફસાયો છે. તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચાર નારાજ ધારાસભ્યો પૂર્વ સીએમ રૂપાણીને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના નામો મહદઅંશે નક્કી થઈ ચૂક્યા છે.તેમજ સાંજે જ આ મંત્રીઓ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે.જો કે આ દરમ્યાન નવા મંત્રીમંડળની રચનામાં જૂના મંત્રીઓની બાદબાકીને લઇને પેચ ફસાયો છે. તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચાર નારાજ ધારાસભ્યો પૂર્વ સીએમ રૂપાણીને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે.જેમાં મળતી માહિતી મુજબ મંત્રી ઈશ્વર પટેલ, યોગેશ પટેલ, ઈશ્વર પરમાર અને બચુભાઈ ખાચડ સીએમ રૂપાણીને નિવાસ સ્થાને મળવા પહોંચ્યા છે. જેને લઇને અનેક તર્ક વિતર્ક પણ લગાવવામાં આવી રહ્યાં છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની રચનાને લઇને અટકળો તેજ બની છે.હાલ મંત્રીમંડળના નવા નામો અને જેને મંત્રીમંડળમાંથી દૂર કરવાના છે તે નામોની ચર્ચા જોરો પર છે.જેમાં સામે આવેલી વિગતો મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથ વિધિ સાંજે યોજાવવાની શક્યતા છે.જ્યારે મંત્રીમંડળના નામો ફાઇનલ કરવા માટે સી.આર.પાટીલના
નિવાસસ્થાને બેઠકોનો દોર ચાલી રહ્યો છે.આ દરમ્યાન મંત્રીમંડળમાં નામોને લઇને જે ચર્ચા છે તેમાં આ વખતે નો રિપીટ થીયરી અમલમાં મૂકવામાં આવે તેવી સંભાવના છે.જેના પગલે સમગ્ર મંત્રીમંડળ જ નવું આવે તેવી પ્રબળ શક્યતા છે.જયારે એક તરફ નવા કેબિનેટ પ્રધાનોની કોણ બનશે તેની ચર્ચા થઈ રહી છે.તેવામાં સ્વર્ણિમ સંકુલમાં ઓફિસો ખાલી કરવામાં આવી રહી છે.મળતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઈશ્વર પરમારની કેબિન ખાલી કરવામાં આવી છે.