By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં રોજના ૩૦૦ સેમ્પલના જ ટેસ્ટિંગની ક્ષમતા !
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં રોજના ૩૦૦ સેમ્પલના જ ટેસ્ટિંગની ક્ષમતા !
GandhinagarGeneralGujarat Now

ગુજરાતમાં રોજના ૩૦૦ સેમ્પલના જ ટેસ્ટિંગની ક્ષમતા !

HM News
Last updated: 21/03/2020 9:09 AM
HM News
5 years ago
Share
SHARE

। ગાંધીનગર ।

કોરોના વાઇરસના ટેસ્ટ માટે અમદાવાદ, જામનગર, ઉપરાંત ભાવનગર અને સુરતમાં સરકારી હોસ્પિટલ- મેડિકલ કોલેજોની લેબોરેટરીઓને મંજૂરી મળતા શનિવારથી ગુજરાતમાં રોજના ૩૦૦ જેટલા સેમ્પલનું લેબ પરિક્ષણ થાય એટલી કિટ ભારત સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભારત કોરોના વાઇરસ ત્રીજા તબક્કે અર્થાત્ સ્થાનિક નાગરિકોમાં સરળતાથી ફેલાય તેવી સ્થિતિમાં છે. આ તબક્કે કોરોના વાઇરસ માટે લોકોના સેમ્પલ ટેસ્ટમાં વધારો થશે એ નિશ્ચિત મનાય છે. આરોગ્ય વિભાગમાંથી મળતી વિગતો મુજબ ટેસ્ટિંગ કિટ ભારત સરકાર તરફથી ઉપલબ્ધ કરાવાય છે. અગાઉ ગુજરાતમાં રોજના ૧૫૦-૧૭૫ સેમ્પલના ટેસ્ટિંગ પૂરતી કેપેસિટી હતી. તાજેતરમાં જ રાજ્ય સરકારને વધુ બે નવી લેબોરેટરીને મંજૂરી મળતા કેપેસિટી વધીને ૩૦૦એ પહોંચી છે. ૧૬મી માર્ચે ભારત સરકાર પાસે માત્ર જ ૧ લાખ કિટ્સ જથ્થો હતો. વધુ ૧૦ લાખ કિટ વિદેશોમાંથી આવી રહી છે. આથી આગામી સપ્તાહે ભાવનગર અને સુરતમાં સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબોરેટરીની મંજૂરી મળ્યા બાદ ગુજરાતની કેપેસિટીમાં વધારો થશે.

ટેસ્ટિંગ કિટ્સની સંદર્ભે આરોગ્ચ સચિવ ડો. જંયતી રવિને પૂછતાં તેમણે જથ્થો પર્યાપ્ત હોવાનું કહી સંખ્યાનો ફોડ પાડવાનું ટાળ્યું હતું. જો કે તેમણે ગુજરાતની ટેસ્ટિંગ કેપેસિટી હાલ દૈનિક ૩૦૦ ટેસ્ટની છે અને દર ચોવીસ કલાકે એટલી કીટ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું.

કોરોના વાઇરસ નિયંત્રણ સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું કે, વૈશ્વિક સ્તરે ટેસ્ટિંગ કિટની ડિમાન્ડ ઊંચી છે. ભારતમાં ઉત્પાદન નથી. ભારતમાં હાલમાં એક લાખ કિટનો જથ્થો છે. આથી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ- ICMR દેશમાં જ્યાં પણ ટેસ્ટ માટે મંજૂરી આપે છે તેની સાથે આ ક્ષેત્રમાં શંકાસ્પદ કેસોની સ્થિતિ અંગે રોજેરોજની કેસ સ્ટડીને આધારે કિટ સપ્લાય સુનિશ્ચિત થાય છે. એટલે ગુજરાતમાં વધુ બે લેબોરેટરીઓ મંજૂર થતા કિટની પ્રાપ્તિ વધશે.

કોરોનાના કહેર વચ્ચે હવે ગૃહ મંત્રાલય રજૂ કરશે નવી ગાઈડલાઈન : ચાર મેથી લાગુ થશે
છત્તીસગઢ : હસન ખાને ગાય ઉપર બળાત્કાર કર્યો : પોલીસે 24 કલાકમાં દબોચ્યો
અદાણી રિન્યૂએબલ એનર્જીમાં $70 અબજનું રોકાણ કરશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ
સુરતના સેક્સ રેકેટમાં છોકરી સપ્લાય કરનાર યુવાનને સુરત SOGએ ઈન્દોર પોલીસની સાથે રહી ઝડપી લીધો
Share This Article
Facebook Email Print
Previous Article MP: કોરાનાનો ભય છતાં ભાજપની ઉલ્લાસભેર ઉજવણી
Next Article સુરત: ઔદ્યોગિક વસાહતોમાંની દુકાનો અને ચાની કીટલીઓ પોલીસે બંધ કરાવવાનું શરૂ કર્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up