રાજ્યમાં જમીન માફિયાઓએ ટૂંકાગાળામાં ૩૦ લાખ ચોરસમીટર જમીન દબાવી,મહેસૂલ વિભાગ ઓનલાઇન ફરિયાદ સ્વિકારે છે અને તપાસ કરી ગુના દાખલ કરે છે.ગુજરાતમાં લેન્ડ ગ્રેબીંગના કાયદાના અમલ પછી છ મહિનામાં ૫૦૦૦થી વધુ ફરિયાદો નોંધવામાં આવી છે.જમીન માફિયા બેફામ બનેલા છે.અંદાજે ૨૦૦ કેસમાં ૭૫૦ લોકો સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.આટલા મોટા પ્રમાણમાં આવેલી ફરિયાદો જોઇને સરકારનો વિભાગ પણ ચોંકી ઉઠો છે.સૌથી વધુ અમદાવાદ અને સુરતમાં ફરિયાદો થઇ છે.
રાજ્યમાં જેટલી ફરિયાદો થઇ છે તેમાં ૩૦ લાખ ચોરસમીટર જમીન પર જમીન માફિયાઓએ કબજો પ્રસ્થાપિત કર્યેા છે.જંત્રી પ્રમાણે આ જમીનની કિંમત ૬૦૦ કરોડ પિયા થાય છે.આશ્ચર્યની બાબત એવી છે કે ૭૭ કેસમાં ખુદ સરકારે સુઓમોટો એફઆઇઆર નોંધાવી છે.ગુજરાતમાં લેન્ડ ગ્રેબીંગ કાયદો લાગુ થયાંના ઓછા સમયમાં ૪૮૩૮ જેટલી ફરિયાદ સામે આવી છે.સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે જાન્યુઆરી થી મે મહિના દરમ્યાન આટલી મોટી સંખ્યામાં ફરિયાદો મળી છે.ફરિયાદોની તપાસ અને ચકાસણીના અંતે તથ્ય માલૂમ પડે તો ગુનો નોંધવામાં આવતો હોય છે.જમીન પચાવી પાડવા સામે જે કાયદો બનાવવામાં આવ્યો છે તે પ્રમાણે સબંધિત વિભાગોને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી છે.આ ગુનામાં ઓછામાં ઓછી ૧૦ વર્ષની જેલની સજા છે.
લેન્ડ ગ્રેબીંગના સૌથી વધુ ૩૭૫ કેસ અમદાવાદમાં નોંધાયા છે, યારે સુરતમાં ૨૬૦, વલસાડમાં ૨૫૫,રાજકોટમાં ૨૨૫ અને બનાસકાંઠા જિલ્લામાં ૨૨૦ કેસો જોવા મળ્યા છે.આ કાયદો ડિસેમ્બર ૨૦૨૦માં અમલી બન્યો છે.જમીન માફિયાઓએ જે જમીન પચાવી પાડી છે તેની જંત્રી કિંમત ઓછી આકારવામાં આવી છે પરંતુ બજાર કિંમતનો આંકડો ખૂબ મોટો છે.મહેસૂલ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જમીન પચાવી પાડવાના કેસમાં સરકાર ઓનલાઇન અરજી સ્વિકારી રહી છે.આ તમામ અરજીઓનું મોનિટરીંગ કરવામાં આવે છે જેથી તેનો કડકથી અમલ થઇ શકે. નવા કાયદા પ્રમાણે વધુમાં વધુ સજા ૧૪ વર્ષની થઇ શકે છે.