By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ લવ જેહાદ અને લેન્ડ ડેમોગ્રાફી જેહાદનો મુદ્દો ઉચકાયો : સુરતમાં લાગ્યા પોસ્ટર્સ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ લવ જેહાદ અને લેન્ડ ડેમોગ્રાફી જેહાદનો મુદ્દો ઉચકાયો : સુરતમાં લાગ્યા પોસ્ટર્સ
GeneralSurat

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ લવ જેહાદ અને લેન્ડ ડેમોગ્રાફી જેહાદનો મુદ્દો ઉચકાયો : સુરતમાં લાગ્યા પોસ્ટર્સ

HM News
Last updated: 14/10/2022 11:16 AM
HM News
3 years ago
Share
SHARE

– સુરતના કતારગામમાં લવ જેહાદના પોસ્ટર બેનર લાગતા રાજકારણ ગરમાયું
– કોટ વિસ્તારમાં લેન્ડ જેહાદ અને અશાંતધારાના અમલમાં કૌભાંડ થયાની વાત વહેતી થઈ

સુરત,તા.14 ઓક્ટોબર 2022,શુક્રવાર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરતમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદનો મુદ્દો ગાજ્યો છે.ચૂંટણીનું કાઉન્ટ ડાઉન પહેલાં જ આ મુદ્દા ઊભા થતાં સુરતનું રાજકારણ ગરમાયું છે.સુરતના કતારગામ ડભોલી અને સીંગણપોર વિસ્તારમાં લવ જેહાદના પોસ્ટર બેનર લાગવા ઉપરાંત આગામી દિવસોમાં સીંગણપોર વિસ્તારમાં લવ જેહાદના વિરોધમાં મહિલા વક્તાનો કાર્યક્રમ પણ આયોજન કરવામા આવ્યો છે.જ્યારે શહેરના કોટ વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ થવા અંગેની વ્યાપક ફરિયાદનો મુદ્દો સોશિયલ મીડિયામાં હોટ ટોપિક બની રહ્યો છે.

સુરતના કતારગામ ડભોલી અને સીંગણપોર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી વલ જેહાદ મુદ્દે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેના પ્રચાર અને પ્રસારના બેનર પોસ્ટર વ્યાપક માત્રામાં જોવા મળી રહ્યાં છે.આ કાર્યક્રમમાં બહેન-દિકરીઓને સહપરિવાર ઉપસ્થિત રહેવા માટે જાહેર નિમંત્રણ આપવામા આવ્યું છે.આવતીકાલે ડભોલી ચાર રસ્તા ખાતે યોજાનારા આ કાર્યક્રમનું આયોજન હાલ હિન્દુ હિત ગ્રુપ દ્વારા કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.આ કાર્યક્રમ પહેલાં શહેરના સિંગણપોર અને ડભોલી વિસ્તારમાં અનેક જગ્યાએ લવ જેહાદ અને લેન્ડ જેહાદ મુદ્દે હિન્દુઓમાં જાગૃતિ માટેની જાહેરાત થઈ રહી છે.આ કાર્યક્રમમાં સામાજીક કાર્યકર્તા કાજલબેન હિન્દુસ્તાન મુખ્ય વક્તા તરીકે હાજર રહેશે.અને હિન્દુ સમાજની દિકરીઓ વધુમાં વધુ હાજર રહે તેવી અપીલ કરવામાં આવી રહી છે.કતારગામ વિસ્તારમાં લવ જેહાદ માટે જાગૃતિ માટે પોસ્ટર બેનર જોવા મળી રહ્યાં છે.તો બીજી તરફ શહેરના કોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી અશાંત ધારાનો ભંગ થઈ રહ્યો છે અને તેના કારણે શહેરની શાંતિ જોખમાય રહી છે તેવી પોસ્ટ સોશિયલ મિડિયામાં મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.કોટ વિસ્તારમાં નિયમોનો ભંગ કરીને અશાંત ધારો હોવા છતાં મકાનની લે વેચ થઈ રહી છે અને કૌભાંડ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.એક તરફ વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ લવ જેહાદ અને લેન્ડ જેહાદનો મુદ્દો ગાજતા રાજકારણ ગરમાયું છે.

કાળા અંગ્રેજો : દલિત સમાજનું બાળક ભૂલથી મંદિરમાં દર્શન કરવા ગયું તો ઉંચ્ચ જાતિના લોકોએ 25,000નો દંડ ફટકાર્યો
‘મને ખબર નથી..મને ખબર નથી.મને ખબર નથી.’, કોર્ટમાં રાહુલ ગાંધીના જવાબ
સુરત ઉધના ટ્રક અકસ્માતમાં 2 બાળક સહિત માતાનું પણ સારવાર દરમિયાન મોત, ડ્રાઈવરની ધરપકડ
હાઈકોર્ટે ભૂતપૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની 2 ફોજદારી કેસોમાં ડિસ્ચાર્જ અરજી ફગાવી
તુર્કીએ રિજેક્ટ કરેલા ભારતીય ઘઉં ઈજિપ્તે હાથો-હાથ ખરીદ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતની ચૂંટણી હવે 8મી ડિસેમ્બર પછી જ યોજાશે
Next Article ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામ અત્યારથી જ નક્કી થઇ ગયા છે !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up