– કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેકસનું ભારણ ઘટાડે તો લોકોને સસ્તુ ઈંધણ મળી રહે,પરંતુ આવકમાં નુકશાન હોવાથી કોઇ સરકાર પહેલ કરતી નથી
કેન્દ્ર અને રાય સરકારની મુખ્ય આવક બની ચૂકેલી પેટ્રોલિયમ પેદાશોની આવક પ્રતિદિન વાહનચાલકોની સમસ્યામાં વધારો કરતી જાય છે.અમદાવાદમાં બે વર્ષ પછી પેટ્રોલનો ભાવ ૮૦ પિયા સુધી પહોંચી ગયો છે.અગાઉ ઓકટોબર ૨૦૧૮માં પેટ્રોલનો ભાવ આટલી ઉંચી સપાટી પર કેન્દ્રીત થયો હતો.અત્યારે સફરજન કરતાં પેટ્રોલ-ડીઝલ મોંધું બન્યું છે.
કેન્દ્ર અને રાજ્યના કરવેરાના કારણે પેટ્રોલિયમ પેદાશોના દામ વધી રહ્યાં છે છતાં વિપક્ષ લોકોને સસ્તું ઈંધણ મળી રહે તે માટે વિરોધ પ્રદર્શન કરી શકતું નથી. યુપીએ શાસનમાં જયારે પેટ્રોલના ભાવમાં ૫૦ પૈસાનો વધારો થતો હતો ત્યારે વિપક્ષ ભાજપ માર્ગ પર આવીને ધરણાં પ્રદર્શન કરતું હતું.હવે આ જવાબદારી કોંગ્રેસની છે છતાં કોઇ જગ્યાએ ધરણાં પ્રદર્શન થતાં નથી.
મોંઘવારીએ ૨૦૨૦ના વર્ષમાં ભૂલાયેલો સૌથી મોટો મુદ્દો છે.અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૮૦.૮૦ પિયા થયો છે.છેલ્લા એક મહિનામાં પેટ્રોલના ભાવમાં બે રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે.પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં પ્રતિદિન ફેરફાર થતો રહેતો હોવાથી ઓઇલ કંપનીઓના નફામાં પણ તીવ્ર ગતિએ વધારો જોવા મળ્યો છે,જયારે વાહનચાલકોના ઘરના બજેટ ખોરવાઇ ગયાં છે.
પેટ્રોલની સાથે અમદાવાદમાં ટ્રાન્સપોર્ટેશનમાં મહત્વનું કહી શકાય તેવા ડીઝલનો ભાવ પણ ૮૦ પિયા સુધી પહોંચી રહ્યો છે.છેલ્લા એક મહિનામાં ડીઝલના ભાવમાં ૩.૦૬ પિયાનો વિક્રમી વધારો થયો છે.ડીઝલમાં ભાવવધારાની સીધી અસર જીવન આવશ્યક ચીજવસ્તુઓ પર પડી છે.તમામ ચીજવસ્તુઓ મોંઘી થતી જાય છે અને એક વખત ભાવ વધ્યાં પછી ઘટાડો શકય બનતો નથી.
પેટ્રોલિયમ પેદાશોના ભાવ પ્રતિદિન સવારે છ વાગ્યે બદલાય છે.હાલમાં કોઇ ચૂંટણી નહીં હોવાથી કેન્દ્ર કે રાજ્ય સરકાર એકસાઇઝ તેમજ વેલ્યુ એડેડ ટેકસમાં ઘટાડો કરવા માગતી નથી.કોરોના સંક્રમણના સમયમાં સરકારની આવકમાં મોટું ગાબડું સર્જાતાં સરકારની આર્થિક સ્થિતિ ચિંતાજનક બની છે તેથી પેટ્રોલિયમ પેદાશો પરના ટેકસ દૂર થતાં નથી.પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં એકસાઈઝ ડુટી,વેલ્યુ એડેડ ટેકસ,ડીલર કમિશન અને અન્ય બાબતો જોડા બાદ તેના ભાવ લગભગ બમણો થઇ ચૂકયો છે છતાં સરકાર રાહત આપવાના મૂડમાં નથી.


