ગુજરાત દિવસેને દિવસે કોરોનાના ખપ્પરમાં ખૂંચી રહ્યું છે.રાજ્યમાં દરરોજ કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો અને મૃત્યુંઆંક વધતો જાય છે.ત્યારે ગુજરાતમાં ફરીથી લોકડાઉન કરવાની માંગ ઉઠી રહી છે.કોરોના મહામારીને કારણે લાગુ કરેલ લોકડાઉનને પગલે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને અસર પહોંચી છે ત્યારે ગુજરાતમાં ફરીથી લોકડાઉન કરવાની માંગ ઉઠી રહી છે.અમદાવાદ બાદ સુરત અને રાજકોટમાં કોરોના વાયરસનો વધતો વ્યાપ જોઈને ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યએ ગુજરાતમાં લોકડાઉન કરવાની માંગણી કરી છે.દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ માંગણી કરી છે તેમણે ગુજરાતમાં ૨૧ દિવસનું લોકડાઉન લગાવવા માટે માંગણી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.