કેબિનેટની બેઠક બાદ ગુજરાત સરકારના શિક્ષણમંત્રીએ મહત્વની જાહેરાત કરી છે.તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં 11 જાન્યુઆરીથી તમામ બોર્ડના ધોરણ 10 અને 12ના વર્ગો શરૂકરાશે તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે.
ગુજરાત રાજ્યની તમામ બોર્ડ cbsc બોર્ડ સહિત તમામ બોર્ડને નિર્ણય લાગુ પડશે. કેન્દ્ર સરકારની sop હેઠળ અમલ થશે.તમામ શાળાએ કોરોના ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.બધી sop શિક્ષણ વિભાગે સંસ્થાને મોકલી છે.શિક્ષણ મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે કે સંચાલકોએ શાળામાં સ્વચ્છતા રાખવી પડશે.થર્મલ ગન દ્વારા તમામ વિદ્યાર્થીઓનું તાપમાન પણ ચેક કરવું પડશે. માસ્ક પણ ફરિયાત પહેરવું પડશે.
ઉપરાંત શિક્ષણ મંત્રીએ કહ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રહેશે નહીં.વિદ્યાર્થીઓએ પોતાના વાલીની સંમતિ લઇને પત્રકમાં મંજૂરી આપવાની રહેશે.આ માટેના જરૂરી ફોર્મ શાળાઓને મોકલી આપવામાં આવ્યા છે.ઉપરાંત ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ રહેશે.શાળામાં જેટલું શૈક્ષણિક કાર્ય થશે એટલા જ શૈક્ષણિક કાર્યની પરીક્ષા લેવામાં આવશે.વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં.
આજે ગાંધીનગર કેબિનેટ બેઠકમાં રાજ્યમાં સ્કૂલ-કોલેજ ખોલવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી જણાવ્યું કે,11 જાન્યુઆરી થી ધોરણ 10-12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવશે.આ દરમિયાન કેન્દ્ર સરકારની SOPનું પાલન કરવામાં આવશે. માસ પ્રમોશન આપવાનો હાલ કોઇ વિચાર નથી,જેટલો અભ્યાસ થયો છે તેની પરીક્ષા લેવાશે.સ્કૂલ ચાલુ થાય તે દરમિયાન વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક અને થર્મલ ગનનો ઉપયોગ કરવામાં આવશે.સાથે સાથે શિક્ષણ મંત્રીએ કહ્યુ કે ઓનલાઇન ક્લાસ પણ ચાલુ રહેશે.
શિક્ષણ મંત્રીએ કહ્યુ કે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. નિયમોના પાલનની જવાબદારી અધિકારી,આચાર્યની રહેશે.અન્ય ધોરણો અંગે પણ તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે.સાથે જ વાલીઓએ સંમત્તિપત્ર આપવો પડશે.
ઓનલાઇન ક્લાસ પણ ચાલુ રહેશે.
ધોરણ-9-10-11-12ના વર્ગો ઓડ ઇવન સિસ્ટમથી શરૂ થશે.વિદ્યાર્થીઓના વાલીઓએ કે માતા-પિતાની સંમત્તિ લેવી ફરજિયાત છે. જો કોઇ વાલી પોતાના વિદ્યાર્થીને સ્કૂલમાં મોકલવામાં ના માંગતો હોય તો તેના માટે ઓનલાઇન શિક્ષણ વર્ગ પણ ચાલુ રહેશે.