ગાંધીનગરકે : ન્દ્રીય ચૂંટણી પંચ ગમે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે.જેની પહેલા રાજ્યના બ્યૂરોક્રેટ્સમાં મોટા ફેરફાર યથાવત જોવા મળી રહ્યો છે.થોડા દિવસ અગાઉ 23 IASની બદલીના આદેશ બાદ આજે રાજ્યના વધુ 2 IPS અધિકારી સહિત 23 મામલતદારોની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત ગૃહ વિભાગ દ્વારા 2 IPSની બદલીના ઓર્ડર કરવામાં આવ્યાં છે.જેમાં વિકાસ સુંદાને રાજ્યપાલના નવા ADC તરીકે નિમણૂંક આપવામાં આવી છે.જ્યારે દિપક મેઘાણીને લૉ એન્ડ ઑર્ડર SP- ગાંધીનગરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે.બીજી તરફ રાજ્યના રેવન્યૂ ડિપાર્ટમેન્ટ દ્વારા 24 જેટલા મામલતદાર કક્ષાના 24 જેટલા અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યાં છે.



જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ પણ ગુજરાત સરકારે 23 જેટલા IAS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા હતા.જે યાદીમાં ભાવનગર અને ગાંધીનગરના નવા કલેક્ટર ઉપરાંત અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનરનું નામ પણ સામેલ હતુ. એ આદેશ મુજબ, એમ થેન્નારસનને સંદિપ સાંગલેની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી.


