ગાંધીનગર : દેશભરમાં ગુજરાત ઔદ્યોગિક મોખરાનું રાજ્ય ગણાય છે જે ફરી સાબિત થયું છે.હાલમાં જ કેન્દ્ર સરકારના એક મંત્રાલય દ્વારા એક‘એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ’(ASI)રિપોર્ટ જાહેર કર્યો છે.જે મુજબ,ગુજરાતમાં ફિક્સ્ડ કેપિટલ 2012-13માં 14.96 ટકાથી વધીને 2019-20માં 20.59 ટકા થઈ ગઈ છે.અહીં,મહત્વની વાત એ છે કે આ જ સમયગાળા દરમિયાન ફિક્સ્ડ કેપિટલમાં દેશના મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટક જેવા ટોચના ઔદ્યોગિક રાજ્યોનો હિસ્સો ઘટી ગયો છે.એવી જ રીતે,ઇન્વેસ્ટેડ કેપિટલ અને પ્રોડક્ટિવ કેપિટલમાં પણ દેશમાં ગુજરાત સૌથી આગળ જણાયું છે અર્થાત,2019-20માં રૂ.7,48,47,391 લાખની ફિક્સ્ડ કેપિટલ ઉપરાંત રૂ.9,61,56,760ની ઇન્વેસ્ટેડ કેપિટલ અને રૂ.8,58,84,037ની પ્રોડક્ટિવ કેપિટલ સાથે ગુજરાત આ કેટેગરીમાં પણ દેશમાં સૌથી આગળ છે.
આ ઉપરાંત,ફેક્ટરીઓની સંખ્યામાં પણ ગુજરાત દેશઆખામાં ગુજરાત બીજા સ્થાને છે.ભારતમાં કુલ કારખાના(ફેક્ટરી)ઓની સંખ્યા ૨,૪૬,૫૦૫ જેટલી છે.એમાં તામિલનાડુંમાં સૌથી વધુ ૩૮,૮૩૭ કારખાના કાર્યરત છે.જ્યારે બીજા નંબરે ગુજરાતમાં 28,479 ફેક્ટરીઓ ચાલુ છે ત્યારબાદ ત્રીજા ક્રમે 25,610 ફેક્ટરીઓ હિસ્સા સાથે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાન પર છે.ગુજરાત સરકારે જાહેર કર્યાં પ્રમાણે વીતેલા કેટલાક વર્ષોમાં દેશના તમામ રાજ્યોની વચ્ચે ઔદ્યોગિક રોકાણો હાંસલ કરવા માટે એક સકારાત્મક સ્પર્ધાનું વાતાવરણ ઊભું થયું છે.રાજ્યો વચ્ચે ચાલી રહેલી આ સકારાત્મક સ્પર્ધામાં પણ ગુજરાતે બાજી મારી લીધી છે.આ રિપોર્ટમાં કહેવાયું છે કે,અન્ય કોઈપણ રાજ્યની સરખામણીએ ગુજરાતમાં વધુ મશીનરી,સાધનો,મકાનો અને અન્ય ફેક્ટરી એસેટ્સ છે અને આ અંતર પણ સતત વધી રહ્યું છે.આનું કારણ એ છે કે રાજ્ય સરકાર પોતાની ઔદ્યોગિત નીતિઓમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઘણી આગળ અને વધુ પ્રોગ્રેસિવ છે.