By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર
GandhinagarGeneral

ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર

HM News
Last updated: 18/07/2023 7:37 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

– દાહોદમાં અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો
– 18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા
– અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના

ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.જેમાં ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ થઇ શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં 18 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે.

અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે.આ સાથે 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.આ સિવાય રાજ્યભરમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે.

દાહોદમાં અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો

રાજ્યમાં આજે સવારથી જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે દાહોદમાં અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો છે.રાજ્યમાં હવામાન વિભાગે આજે અમદાવાદ,પંચમહાલ,દાહોદ,જૂનાગઢ,અમરેલી,વલસાડ,તાપી,ડાંગ, સુરત,નવસારી,નર્મદા,ભરૂચ,ભાવનગર અને ગીર સોમનાથ,વડોદરા,છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરી છે.આગામી 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીમાં આજે દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.

18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા

18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.આજે અમરેલી,ભાવનગર,નવસારી અને વલસાડમાં વરસાદની સંભાવના સાથે આવતીકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણના જિલ્લાઓમાં આગાહી છે.તેમજ 19 જુલાઈએ દ.ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 19 જુલાઈએ મધ્ય ગુજરાતને પણ બાનમાં લે તેવી શક્યતા છે.મ.ગુજરાતના ખેડા,આણંદ,વડોદરામાં પણ વરસાદની સંભાવના સાથે 20 જુલાઈએ સૌરાષ્ટ્રમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ છે.તેમજ 20 જુલાઈએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.

રોટલા-રોટલી બને છે તે કચ્છી તાવડી હવે લોકોના ડ્રોઈંગ રૃમની શોભા
J&K SI ભરતી કૌભાંડ મામલે ગાંધીનગર સહિત દેશમાં 33 સ્થળો પર CBIના દરોડા
સાધુના વેશમાં ખેલ પાડતા મદારી ગેંગના ચારને પોલીસે દબોચ્યા : સરપંચના સવા કરોડ ખંખેર્યા
દેશના સૌથી મોટા ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની અલ કાયદાની ધમકી
કોરોના-લોકડાઉનને કારણે NBFCsમાં ડિફોલ્ટ રેટ વધશે : CRISIL
Share This Article
Facebook Email Print
Previous Article માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજીનો કર્યો સ્વીકાર
Next Article ગુજરાતમાં મિલકત સંબંધિત છેતરપિંડી રોકવા સરકાર લાવી શકે છે આ નિયમ…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up