ગુજરાતમાં ATS વિભાગ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત 100થી વધુ સ્થળોએ ATS અને GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.જેમાં દેશ વિરોધી પ્રવૃતિ કરતા અને આર્થીક નુકસાન પહોચાડતા 90 જેટલા લોકો સામે ઓપરેશન ચલાવી તેમની અટકાયત કરી હતી.
ATS વિભાગનું મોટું ઓપરેશન
ગુજરાતમાં ATS વિભાગે મોટું ઓપરેશન હાથ ધર્યુ છે.જેમાં આજે ATS દ્વારા મોટીં કામગીરી હાથ ધરતા આજે જુહાપુરા ખાતેથી MD ડ્રગ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.જે અગાઉ ભૂજથી 2.80 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતુ.જે બાદ આજે બીજા બે આરોપીઓની અટકાયત કરી છે.જેમાં ATSએ ડ્રગ નેટવર્કમાં દિલ્હીથી અફઘાનિસ્તાનના નાગરિકની ધરપકડ કરી છે.અને આરોપી પાસેથી 8 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે.
8 કિલો હેરોઈન ઝડપાયું
ગુજરાત ATSએ દિલ્હીમાં મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. 8 કિલો હેરોઈન સાથે એક અફઘાનિસ્તાનના નાગરિકની નવી દિલ્હી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.આ હેરોઈનની કિંમત અંદાજે 40 કરોડ રૂપિયા છે.અમન નામના અફઘાનિસ્તાની નાગરિકે ઓક્ટોબર મહિનામાં 50 કિલો હેરોઈન પાકિસ્તાનથી મગાવ્યું હતુ.જે તે સમયે ગુજરાત ATSએ છ પાકિસ્તાની સાથે દરિયામાંથી બોટ પકડી 50 કિલો હેરોઇન કબ્જે કર્યું હતુ.ગુજરાત એટીએસે જીએસટી વિભાગ સાથે જૉઈન્ટ ઑપરેશનમાં શનિવારે સૂરત,અમદાવાદ,જામનગર,ભરૂચ અને ભાવનગર જેવા જિલ્લામાં 150 જગ્યાએ દરોડા પાડ્યા છે.સૂત્રોએ જણાવ્યું કે આ જૉઈન્ટ ઑપરેશનમાં ટેક્સ ચોરી અને આંતરરાષ્ટ્રીય માર્ગે પૈસાની લેવડ દેવડની તપાસ કરવામાં આવી રહી છે.ગુજરાતમાં ચૂંટણી
પહેલા રેકૉર્ડ રોકડ જપ્ત
જણાવવાનું કે સુરક્ષા એજન્સીઓએ વિદાનસભા ચૂંટણી દરમિયાન રેકૉર્ડ રોકડ જપ્ત કરતા ગુજરાતમાં 71 કરોડ 88 લાખ રૂપિયા તાબે લીધા છે.સુરક્ષા એજન્સીઓએ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચના નિર્દેશ પર વિશેષ અભિયાન ચલાવ્યું હતું અને આ હેઠળ ચૂંટણીની જાહેરાતના થોડાક દિવસોની અંદર ગુજરાતમાં 71.88 કરોડ રૂપિયાની રોકડ મળી તો જે 2017ની વિધાનસભા ચૂંટણી માટે લાગુ આચાર સંહિતાના સમય દરમિયાન 27.21 કરોડ રૂપિયાની તુલનાએ ખૂબ જ વધારે છે.
નિર્વાચન આયોગે કહ્યું કે રાજસ્વ સીક્રેટ નિદેશાયલે મુંદ્રા પોર્ટ પર `ખોટી જાહેરાત અને આયાત કાર્ગોમાં છુપાઈને` તસ્કરી કરવામાં આવતા 64 કરોડ રૂપિયા રમકડાં અને સામાનની મોટી પાયે જપ્તીની પણ સૂચના આપી છે.ઈસી પ્રમાણે, મામલે મુખ્ય ષડયંત્રકર્તા સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે,આગળની તપાસ કરવામાં આવી રહી છે.આ જૉઈન્ટ ઑપરેશનમાં ટેક્સ ચોરી અને આંતરરાષ્ટ્રીય માર્ગે પૈસાની લેવડ દેવડની તપાસ કરવામાં આવી રહી છે