– મહારાષ્ટ્રમાં ભાજપના પુરસ્કાર વિજેતા મુખ્યમંત્રીએ પદ સંભાળતા જ સ્થાનિક મરાઠીઓ અને છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન શરૂ થઈ ગયું છે : સંજય રાઉત
મુંબઈ, તા. 30 જુલાઈ 2022, શનિવાર : મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પોતાના નિવેદનના કારણે ઘેરાતા જોવા મળી રહ્યા છે.શિવસેનાએ તેમના નિવેદનને મહારાષ્ટ્રના અપમાનનો કરાર આપ્યો છે.શુક્રવારના રોજ રાજ્યપાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને મુંબઈ અને થાણેમાંથી જો કાઢી મૂકવામાં આવે તો મહારાષ્ટ્રમાં પૈસા નહીં બચે અને મુંબઈ પણ આર્થિક રાજધાની પણ નહીં કહેવાય.મુંબઈના અંધેરી પશ્ચિમ ક્ષેત્રમાં એક સ્થાનિક ચોકનું નામ દિવંગત શ્રીમતી શાંતિદેવી ચંપાલાલજી કોઠારીના નામ ઉપર રાખવામાં આવ્યું છે.શુક્રવારના રોજ રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા.આ દરમિયાન તેમણે જનતાને સંબોધિત કરતા કહ્યું હતું કે, ક્યારેક હું અહીંયા લોકોને કહું છું કે, મહારાષ્ટ્રમાં ખાસ કરીને
મુંબઈ અને થાણેમાંથી જો ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને નિકાળી દેશો તો તમારા ત્યાં પૈસા બચશે નહીં.આ મુંબઈ આર્થિક રાજધાની કહેવાય છે તે કહેવાશે નહી.
હવે રાજ્યપાલના આ નિવેદનથી શિવસેના આક્રમક બની છે.શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વિટ કરીને લખ્યું છે કે, મહારાષ્ટ્રમાં ભાજપના પુરસ્કાર વિજેતા મુખ્યમંત્રીએ પદ સંભાળતા જ સ્થાનિક મરાઠી અને છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન શરૂ થઈ ગયું છે.સ્વાભિમાન અને અભિમાનના નામ ઉપર બનેલી શિવસેનામાંથી આવનારા લોકો આ સાંભળીને પણ ચૂપ બેઠા છે તો સીએમ શિંદેએ ક્યારેય શિવસેનાનું નામ ન લેવું જોઈએ.રાજ્યપાલનો વિરોધ તો કરો. આ શ્રમજીવી મરાઠીઓનું અપમાન છે. આ જ મહારાષ્ટ્રે હિંદુત્વ માટે લડાઈ લડી છે.રાજ્યપાલના નિવેદનની માત્ર શિવસેના જ નહીં પરંતુ દરેક વ્યક્તિ નિંદા કરે છે.
સીએમ શિંદે રાજ્યપાલને હટાવો : રાઉત
સંજય રાઉતે આગળ જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના રાજ્યપાલનું નિવેદન દુઃખ પહોંચાડનારું અને નિંદનીય છે.રાજ્યના લોકોએ પોતાની મહેનતથી મહારાષ્ટ્ર બનાવવા માટે પરસેવો અને લોહી વહાવ્યું છે.રાજ્યપાલને ઈતિહાસની માહિતી નથી.સીએમ એકનાથ શિંદે આ બાબતની નિંદા કરે અને કેન્દ્ર સરકાર પાસે રાજ્યપાલને હટાવવાની માંગણી કરે.આ સાવિત્રીબાઈ ફૂલે અને શિવાજીનું અપમાન છે.આ નિવેદથી આખુ મહારાષ્ટ્ર ગુસ્સામાં છે.
કોંગ્રેસે પણ નિંદા કરી
કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે કહ્યું હતું કે, રાજ્યના રાજ્યપાલ એક જ રાજ્યના લોકોને બદનામ કરે છે તે ખૂબ જ આશ્ચર્યની વાત છે.તેમના હેઠળ રાજ્યપાલની સંસ્થાનું સ્તર અને મહારાષ્ટ્રની રાજકીય પરંપરાનું પતન થયું છે અને મહારાષ્ટ્રનું પણ સતત અપમાન કરવામાં આવ્યુ છે.
રાજ્યપાલ કોશ્યારીની માફીની માંગણી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ અમોલ મિતકારીએ પણ રાજ્યપાલના નિવેદન ઉપર વાંધો ઉઠાવ્યો છે.તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર અને મુંબઈના લોકો કાર્યક્ષમ અને સક્ષમ છે.અમે પ્રામાણિક લોકો છીએ જે ચટણી સાથે રોટલી ખાઈએ છીએ અને બીજાને ખવડાવીએ છીએ.તમે મરાઠી લોકોનું અપમાન કર્યું છે, વહેલી તકે મહારાષ્ટ્રની માંફી માંગો.