અમેરિકાના ન્યાય વિભાગે ગૂગલ સામે ઑનલાઇન સર્ચ અને જાહેરાત મામલે વિશ્ર્વાસભંગના દાખલ કરેલા કેસનો ચુકાદો ગુજરાતી જજ આપશે.
ભારતના પાટણમાં જન્મેલા અમેરિકાના કોલમ્બિયાના ડિસ્ટ્રીક્ટ જજ અમિત મેહતાની અદાલતમાં આ કેસ ચાલશે. ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ 2014માં કોલમ્બિયાના ડિસ્ટ્રીક્ટ જજ તરીકે નિમણૂક કરી હતી.
પાટણમાં જન્મેલા મેહતાએ જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી 1993માં પોલિટિકલ સાયન્સ અને અર્થશાસ્ત્ર સાથે બી. એ. કર્યું હતું અને વિર્જિનિયા યુનિવર્સિટીની સ્કૂલ ઑફ લોમાંથી 1997માં કાયદાની ડિગ્રી મેળવી હતી.
કેટલીક લો ફર્મમાં કામ કયર્િ બાદ 2002માં મેહતા ડિસ્ટ્રીક્ટ ઑફ કોલમ્બિયા પબ્લિક ડિફેન્સર સેવા વિભાગમાં સ્ટાફ ઍટર્ની તરીકે જોડાયા હતા.અમેરિકાના ન્યાય વિભાગે 11 સ્ટેટ ઍટર્ની જનરલ સાથે મંગળવારે ગૂગલ સામે ઑનલાઇન સર્ચ અને જાહેરાત મામલે વિશ્ર્વાસભંગનો કેસ દાખલ કર્યો હતો.આ કેસમાં જે 11 સ્ટેટ ઍટર્ની જનરલ જોડાયા છે તેઓ આકર્નિસાસ, ફ્લોરિડા, જ્યોર્જિયા, ઇન્ડિયાના, કેન્ટુકી, લુસિયાના, મિસિસિપ્પી, મિસુરી, મોન્ટાના, દક્ષિણ કેરોલિના અને ટેક્સાસનું પ્રતિનિધિત્વ કરે છે.
સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે આ તો ફક્ત શરૂઆત છે અને ન્યાય વિભાગ તથા ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા ઍપલ,ઍમેઝોન અને ફેસબુક જેવી મોટી ટેક કંપ્નીઓની તપાસ પણ ચાલી રહી છે.
યુએસના નાયબ ઍટર્ની જનરલ જેફ રોસેને પત્રકારોને જણાવ્યું હતું કે ગૂગલ ઇન્ટરનેટનું અને જાહેરાત શોધવા માટેનું પ્રવેશદ્વાર છે.એણે પોતાની ઇજારાશાહી જાળવી રાખવા માટે અયોગ્ય માર્ગ અપ્નાવ્યો જે સ્પધર્ત્મિકતા માટે હાનિકારક છે.ગૂગલની ઑનલાઇન સર્ચ અને જાહેરાત વિશેની ઇજારાશાહી બદલ સાંસદો અને ગ્રાહકોના વકીલો લાંબા સમયથી આક્ષેપ કરી રહ્યા છે.
વોશિંગ્ટન ડી. સી.ની ફેડરલ અદાલતમાં દાખલ કરવામાં આવેલા કેસમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે જાહેરાત કરનારા પાસેથી મેળવેલા અબજો ડોલરની રકમ ગૂગલ ફોન ઉત્પાદકોને આપીને એમનાં ફોનમાં બ્રાઉઝર પર ગૂગલ જ ડિફોલ્ટ સર્ચ એન્જિન હોય એવી વ્યવસ્થા કરાવે છે. આ બાબત નાને પાયે શરૂ કરનારા અને નવી શોધ કરનારા પ્રતિસ્પર્ધીઓ માટે મુશ્કેલી ઊભી કરે છે તથા સર્ચની ગુણવત્તા ઘટાડે છે,પ્રાઇવસીની સુરક્ષાને અને વૈકલ્પિક સર્ચના પયર્યિને સીમિત બનાવે છે જે ગ્રાહકોને નુકસાન પહોંચાડે છે.
તાજેતરના કાળમાં યુરોપ્ના નિયામકોએ ગૂગલ પર લાદેલા અબજો ડોલરના દંડ અને ગૂગલની કામ કરવાની પદ્ધતિમાં કરાવેલા ફેરફાર પયર્પ્તિ નથી અને ગૂગલે પોતાની કાર્યપ્રણાલીમાં સ્ટ્રક્ચરલ ફેરફાર કરવાની જરૂર છે.


