– 200 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી PM મોદીએ ભરૂચવાસીઓનું સંબોધન કર્યું
– પ્રધાનમંત્રીએ આડકતરી રીતે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું
PM નરેન્દ્ર મોદી ગઇકાલથી ગુજરાતના પ્રવાસે છે.ત્યારે આજે તેમના ગુજરાત પ્રવાસને બીજો દિવસ થયો છે.તેઓએ આજે ભરૂચના આમોદમાં 8 હજાર 200 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું અને સાથે જ આ દરમ્યાન PM મોદીએ ભરૂચવાસીઓનું સંબોધન કર્યું હતું.જેમાં પ્રધાનમંત્રીએ આડકતરી રીતે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.સંબોધન કરતાં પીએમ મોદીએ ગુજરાતમાં પ્રવેશતા નક્સલવાદને લઈને બોલ્યા હતા કે, ગુજરાતમાં આ અર્બન નક્સલ હવે નવા રંગ-રૂપ સાથે પ્રવેશવાની કોશિશ કરી રહ્યા છે.વાઘા બદલીને અને ઉત્સાહી જુવાનીયાઓને ભરમાળી રહ્યા છે.
બંગાળનું આપ્યું ઉદાહરણ
આ સાથે જ બંગાળના નક્સલવાદનું ઉદાહરણ આપીને ગુજરાતના આદિવાસીઓને સંબોધતા પીએમ મોદી બોલ્યા હતા કે, ગુજરાતના મારા આદિવાસી ભાઈઓને હું ખાસ કહેવા માંગીશ કે બંગાળના નક્સલવાદ શરૂ થયો.ઝારખંડ,બિહાર,છત્તીસગઢ,મધ્ય પ્રદેશનો થોડો ભાગ,ઓડિશા,આંધ્ર-તેલંગણા અને મહારાષ્ટ્રમાં ગઢચિરોલી ત્યાંના અમારા આદિવાસી જુવાનીયાઓની જિંદગી એમને ખરાબ કરી નાખી.એમના હાથમાં બંદુકો પકડાવી દીધી.મોતના ખેલ ખેલવા માટે એમને ઉશ્કેર્યા.ચારે બાજુ સંકટ વધ્યો અને એ વખતે મારી સામે પ્રશ્ન હતો કે ઉમરગામથી લઈને અંબાજી સુધીનો આખો પૂર્વ પટ્ટો અને મારા ગુજરાતના આદિવાસીઓ.
એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય એના કરતા વધુ ઉદ્યોગો આપણા એક ભરૂચ જિલ્લામાં છે : PM
વધુમાં ભરૂચના વિકાસની વાત કરતા PM મોદીએ કહ્યું કે, ભરૂચની ભાગીદારી,એક જમાનો હતો આપણું ભરૂચ ખાલી ખારી સિંગના કારણે ઓળખાતું હતું,આજે ઉદ્યોગ-ધંધા-બંદરો જેવી કેટલીય બાબતોમાં જયજયકાર થઈ રહ્યો છે.ભરૂચ જિલ્લામાં આખા દેશના માણસો જોવા મળે છે.ભરૂચ હવે કોસ્મોપોલિટન બન્યું છે.એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય એના કરતા વધુ ઉદ્યોગો આપણા એક ભરૂચ જિલ્લામાં છે.વિકાસ કરવો હોય તો બરાબર વાતાવરણ જોઈએ,રુકાવટો વાળું વાતાવરણ ન ચાલે,વિકાસ માટે નીતિ અને નિયત બંન્ને હોવું જોઈએ.
ભરૂચ જિલ્લામાં આખા દેશના માણસો જોવા મળે છે,ભરૂચ હવે કોસ્મોપોલિટન બન્યું છે.ભરૂચમાં વડાપ્રધાન ભરૂચ જિલ્લામાં આખા દેશના માણસો જોવા મળે છે, ભરૂચ હવે કોસ્મોપોલિટન બન્યું છે.