ગુજરાતમાં આધાર-પાનકાર્ડ લિંકના મેસેજ મોબાઇલ પર વાયરલ થઇ રહ્યાં છે.જેમાં આધાર-પાનકાર્ડ લિંક ફરજિયાત ન હોવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે. ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચૂકાદાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે.આધાર-પાનકાર્ડને લિંક કરવા અંગે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે.
આધાર-પાનકાર્ડ લિંક અંગેનો નિર્ણય કરવો નહીં
ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચૂકાદાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે.આધાર-પાનકાર્ડ લિંક ફરજિયાત ન હોવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે.આધાર-પાનકાર્ડ લિંક અંગે હાઈકોર્ટના વાયરલ મેસેજ ખોટો હોવાનો ખુલાસો થયો છે.આધાર અને પાનકાર્ડ લિંક કરવા મામલે અગાઉના ચુકાદાનો કોઈ આધાર નથી.આ ચુકાદાના આધારે કોઈ આધાર-પાનકાર્ડ લિંક અંગેનો નિર્ણય કરવો નહીં તેમ વકીલે જણાવ્યું છે.
લખાણ સાથે વાયરલ થઈ રહેલો મેસેજ ખોટો
એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો,પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી.આ ટાઈટલ સાથે મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે. હાઇકોર્ટે એક ચુકાદામાં ઠેરવ્યું છે કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે સુપ્રીમમાં અરજી પેન્ડિંગ છે.આ ચુકાદો ન આવે ત્યાં સુધી ઇન્કમટેક્સ પાનકાર્ડને આધાર સાથે જોડવાનો નિયમ લાગુ પાડી રિટર્ન ભરતા અટકાવી શકે નહીં તેમજ સુપ્રીમમાં ફેસલો બાકી હોવાથી લાગુ ન કરી શકાય.પરંતુ આવા લખાણ સાથે વાયરલ થઈ રહેલો મેસેજ ખોટો છે.


