ગુજરાતમાં નવનિયુકત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની રચના ટાણે ભાજપમાં આંતરકલહ સર્જાયો જ છે.કોળી,ઠાકોર તથા આહીર સમાજ દ્વારા પોતાના નેતાઓની બાદબાકી સામે અવાજ ઉઠાવી લીધો છે અને પરીણામો ભોગવવાની આડકતરી ધમકી પણ આપી દીધી છે.વિવિધ સમાજના આગેવાનો વચ્ચે સંભવિત સ્થિતિની ચર્ચા મેરેથોન બેઠકોનો સિલસિલો રહ્યો હતો.કોળી સમાજ પોતાનાં ધરખમ નેતા કુંવરજી બાવળીયાની પડખે આવ્યો હતો.અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ પત્ર પાઠવવામાં આવ્યો હતો.સમાજનાં ટોચના નેતા કુંવરજી બાવળીયાની કેબીનેટમાંથી બાદબાકી સામે રાજયવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 18 રાજયોમાં મોટી વસતી છે.ગુજરાતમાં 28 ટકા વસતી છે.મોદીના કહેવાથી જ કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા હવે કેબીનેટમાંથી પડતા મુકાય તો સમાજમાં ખોટો મેસેજ જશે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ અસર થશે.સૌરાષ્ટ્રની 30 જેટલી બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ છે તે યાદ રાખવાની જરૂર દર્શાવીને આડકતરી ચીમકી પણ આપી હતી.
આ સિવાય કેબીનેટ પ્રધાન જવાહર ચાવડા તથા વાસણભાઈ આહીરના સમર્થનમાં સમાજ આવ્યો છે.સમસ્ત આહીર સમાજનાં લેટેસ્ટ અને પ્રદેશ અધ્યક્ષ ગોવિંદભાઈની સહી સાથેનો પત્ર વાયરલ થયો છે તેમાં એમ કહેવાયું છે કે 55 લાખની વસ્તી વચ્ચે સમાજનાં માત્ર બે પ્રધાનો છે. અને તેઓને પડતા મુકવાનાં સંજોગોમાં સમાજ સાંખી નહી લે.ભાજપને સમજાની નારાજગીનો ભોગ બનવુ પડશે માત્ર કચ્છ કે જુનાગઢ નહી સમગ્ર રાજયમાં પ્રત્યાઘાતો પડશે.
પત્રમાં એમ પણ કહેવાયુ છે કે સમાજની કેબીનેટમાં બાદબાકીનાં સંજોગોમાં સમગ્ર સમાજની બેઠક બોલાવીને રણનીતી નકકી કરવામાં આવશે.કોળી,આહીર ઉપરાંત ઠાકોર સમાજ પણ દિલીપ ઠાકોર જેવા તેમના મંત્રીઓની વહારે આવ્યો છે.અને બાદબાકીનાં સંજોગોમાં સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડવાની તથા ભાજપને રોષનો ભોગ બનવાની ચેતવણી ઉચ્ચારી છે.
રાજયમાં મુખ્ય પ્રધાનપદેથી વિજય રૂપાણીની એકાએક વિદાયથી રાજકીય ભૂકંપ ચિત્ર સર્જાયુ જ હતું હવે કેબીનેટમાં પણ રૂપાણી પ્રધાનમંડળના મંત્રીઓને પડતા મુકવા સામે રાજય વ્યાપી ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડવાની આશંકા દેખાવા લાગી છે કોળી,આહીર,ઠાકોર જેવા મોટા સમાજો મેદાને આવી જ ગયા છે.સુત્રોએ એવી માહીતી આપી હતી કે પાટીદાર સમાજને મુખ્યમંત્રીપદ સોંપવામાં આવ્યુ છે.એટલે અન્ય પ્રધાનોની બાદબાકી સામે જ પ્રત્યાઘાતો પર મીટ છે અમુક મંત્રીઓએ પોતપોતાના સમર્થકોને કોઈપણ પ્રત્યાઘાતો વ્યકત નહિં કરવાની તાકીદ કરી છે.


