ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાશે ત્યારે અત્યારથી રાજકારણ ગરમાયું છે.મુખ્યમંત્રી (CM) માટે વિવિધ લોકો પોતાની વાતો જણાવી રહ્યાં છે ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદ કેજરીવાલ આજે સોમવારે અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે.
અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં સંબોધી હતી.જેમાં તેમણે જણાવ્યું કે, ઇસુદાન ગઠવી ગુજરાતનો કેજરીવાલ છે.તેમણે વધુમાં જણાવ્યું કે, કૉંગ્રેસ ભાજપનાં ખિસ્સામાં છે.જ્યારે ભાજપને જરૂર પડે છે ત્યારે તે માલ કોંગ્રેસ સપ્લાય કરે છે. આ સાથે વિધાનસભાની ચૂંટણી માટે જણાવ્યું કે, 2022માં તમામ સીટ પર ગુજરાતમાં કેન્ડીડેટ ઉભા કરવામાં આવશે.અહીં ખેડૂતો પરેશાન છે,વિદ્યાર્થીઓ પરેશાન છે,કોઈ પૃચ્છા કરવા વાળું નથી,ગુજરાતમાં વેપારીઓ ભયમાં છે,ડરવાની શુ જરૂર છે? ગુજરાતને કોરોના કાળમાં અનાથ છોડી દેવામાં આવ્યું હતું.
પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાયા
વી ટીવીનાં પૂર્વ એડિટર અને પત્રકાર ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે.પત્રકાર ઇસુદાન ગઢીએ ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી જે બાદ તેઓ આપ પાર્ટીમાં જોડાયા છે.ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે, જે રીતે અરવિંદ કેજરીવાલ લોકોની સેવા માટે આપ પક્ષ બનાવ્યો હતો.તે જ રીતે હું પણ લોકોની સેવા કરવા માટે જ આપ પાર્ટીમાં જોડાયો છું.નોંધનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, ઇશુદાન ગઢવી કઇ રાજનૈતિક પાર્ટીમાં જોડાશે ત્યારે આજે તે તમામ અટકળો પર પૂર્ણવિરામ આવી ગયો છે.
અગાઉ અરવિંદ કેજરીવાલે ગઈકાલે ટ્વીટર પર એક ચાર લાઇનનું ટ્ટીટ કર્યુ હતું જેમાં તેમણે લખ્યું કે ‘હવે ગુજરાત બદલાશે, હું કાલે ગુજરાત આવી રહ્યો છે. ગુજરાતના મારા બધા ભાઈઓ બહેનોને મળીશ’
નોંધનીય છે કે, ફેબ્રુઆરીમાં મહાનગપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતીને મોટો ઊલટફેર કર્યો હતો. આપની તે જીત પછીથી જ ગુજરાતમાં ત્રીજા વિકલ્પની ચર્ચા શરૂ થઈ હતી.અગાઉ આપના રાષ્ટ્રીય પ્રમુખ અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ફેબ્રુઆરીમાં ગુજરાતની મુલાકાત લીધી હતી.એ વખતે સુરતમાં કેજરીવાલે કહ્યું હતું, “જ્યારથી પરિણામ આવ્યાં છે, ત્યારથી હું ભાજપ અને કૉંગ્રેસના નેતાઓનાં નિવેદનો સાંભળી રહ્યો છું.તેઓ હેબતાઈ ગયા છે અને થોડાથોડા ગભરાઈ ગયા છે.તેઓ તમારાથી અથવા આમ આદમી પાર્ટીથી ગભરાયા નથી પરતું એ 16 લાખ લોકોથી ગભરાઈ ગયા છે,જેમને આપને વૉટ આપ્યો છે.”