રાજ્યસભાની ચૂંટણી જીતવા હોર્સ ટ્રેડિંગની શક્યતાને જોતાં કોંગ્રેસે તેના ધારાસભ્યોને રાજ્ય બહાર તો જયપુરમાં ખસેડ્યા છે. પરંતુ ત્યાં પણ પોતાના ધારાસભ્યો સુરક્ષિત દેખાઈ રહ્યા નથી જેથી રાજ્યસભાની ચૂંટણીને હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાનના જયપુરમાં રહેલા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને હવે ત્યાંથી પણ ખસેડવાનો નિર્ણય કર્યો છે. જેથી જયપુરમાં રહેલા તમામ ધારાસભ્યોને છત્તીસગઢ ખસેડાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
કોંગ્રેસના તમામ ધારાસભ્યો (68 ધારાસભ્યો) અને નેતાઓને જયપુરમાં આમેર રોડ પર આવેલા શિવ વિલાસ રિસોર્ટમાં રોકાયા છે. કોંગ્રેસના તમામ નેતાઓ 25મી માર્ચ સુધી આ રિસોર્ટમાં રોકાશે તેવા વાવડ મળ્યા હતા, પરંતુ ફરી એકવાર પ્રોગ્રામમાં ચેન્જ આવ્યો છે. ત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ ગુજરાતના ધારાસભ્યોને જયપુરથી ખસેડી છત્તીસગઢ લઈ જવાની વાત સામે આવી રહી છે. તેની જવાબદારી ગુજરાતના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલને સોંપાઈ છે. જેના કારણે એક – બે દિવસમાં તમામ ધારાસભ્યોને છત્તીસગઢ ખસેડાશે.
જોકે કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્ય બહાર લઈ જવા અંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આખરી નિર્ણય કરશે. એટલું જ નહીં, કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર લઈ જવાની ચર્ચા છે. ક્યારે અને કેટલા ધારાસભ્યોને ક્યાં ખસેડવા તે અંગે ચર્ચા થઈ છે.
જોકે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી તમામ ધારાસભ્યોને રાજ્ય બહાર ખસેડાશે નહીં. કેટલાક અગ્રણી અને હોદ્દો ધરાવતા ધારાસભ્યોને રાજ્યમાં જ રાખવામાં આવશે. અને તેઓ ગૃહમાં પણ હાજરી આપશે. આ અંગે અહમદ પટેલ ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી