By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાત ગારમેન્ટ મેન્યુ. એસો.એ 1700 સભ્યોના કરેલા સરવેના તારણો : 38 ટકા વેપારી સ્ટાફની છટણી કરી શકે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > ગુજરાત ગારમેન્ટ મેન્યુ. એસો.એ 1700 સભ્યોના કરેલા સરવેના તારણો : 38 ટકા વેપારી સ્ટાફની છટણી કરી શકે
BusinessGeneralGujarat Now

ગુજરાત ગારમેન્ટ મેન્યુ. એસો.એ 1700 સભ્યોના કરેલા સરવેના તારણો : 38 ટકા વેપારી સ્ટાફની છટણી કરી શકે

HM News
Last updated: 09/04/2020 12:25 PM
HM News
6 years ago
Share
SHARE

– કોરોનાના પગલે ગારમેન્ટ ક્ષેત્રના 38 ટકા વેપારીઓ સ્ટાફની છટણી કરી શકે છે

કોરાના વાયરસની મહામારીની માઠી અસર વેપાર ધંધા અને ઉદ્યોગો પર પડવાના ભણકારા વાગી રહ્યાં છે. ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા કુલ 1700 જેટલા વેપારી સભ્યોનો સરવે કરવામાં આવ્યો હતો. જેમાં એવા તારણો સામે આવ્યા હતાં કે, ‘કોરોનાની મહામારી બાદ પરિસ્થિતિ સામાન્ય થતાં 15.2 ટકા વેપારી ધંધો બંધ કરવાનું વિચારી રહ્યાં છે! જ્યારે 85.5 ટકા વેપારી ધંધો ચાલુ રાખવા મક્કમ છે. અલબત્ત, ધંધો ટકાવી રાખવા માટે 38.7 ટકા વેપારીઓ સ્ટાફની છટણી કરશે અને 17 ટકા વેપારીઓ પગાર ઓછો કરશે. 23.2 ટકા વેપારીઓ યાતાયાતનો, 33.2 ટકા વેપારીઓ માર્કેટિંગનો અને 23.1 ટકા વેપારીઓ જાહેરાત વગેરેનો ખર્ચ ઓછો કરે તેવા તારણો સરવેમાં સામે આવ્યા છે.!’

ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે અને આ ક્ષેત્રે વિવિધ પ્રકારના કામો થાય છે. જેમાં લાખો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મેળવે છે. કૃષિ પછીનું સૌથી વધુ રોજગાર આપનારી લઘુ અને મધ્યમ ઇન્ડસ્ટ્રી છે ત્યારે કોરોના વાયરસ અને લોકડાઉન બાદ આ ઇન્ડસ્ટ્રી પર મોટું સંકટ આવી શકે અને સરકારની મદદ વિના સંકટમાંથી નીકળવું શક્ય ન હોવાનું એસોસિયેશનનું માનવું છે. સરવેમાં 80 ટકા જેટલા વેપારીઓએ બિઝનેસ અને ઉત્પાદન 20થી 60 ટકા સુધી ઘટાડી દેવાનો મત વ્યક્ત કર્યો હતો. જ્યારે કોરોના અને લાંબા લોકડાઉનની લાંબા ગાળાની અસર જોવા મળશે અને છ મહિનાથી એક વર્ષ જેટલો સમય વેપારને સામાન્ય થવામાં લાગશે તેમ પણ જણાવાયું હતું.
એસોસિયેશનના માનદ ટ્રેઝરર અને આર્બિટ્રેશન ચેરમેન અર્પણ શાહે જણાવ્યું કે,‘કોરોનાના પગલે અને લોકડાઉનના નિર્ણય બાદથી મોલ, દુકાનો અને વાહન યાતાયાત બંધ થઇ જતાં ગારમેન્ટ ઉદ્યોગના અનેક ઓર્ડર રદ થઇ ગયાં છે. પેમેન્ટ પણ અટકી જતાં વેપારીઓની હાલત કફોડી બની છે. વેપારીઓને રો મટિરિયલના પેમેન્ટ કરવાના છે. ફેક્ટરીમાં કામ કરતાં કારીગરોને પગાર આપવાના છે. મશીન, ફેક્ટરી, વ્હિકલ, સ્ટુડન્ટ, હોમ સહિતની વિવિધ લોનના ચૂકવણાં પણ કરવાના છે. આ બધા માટે જરૂરી નાણાંનો ફ્લો ઓછો થયો છે ત્યારે આ ક્ષેત્રે 25 ટકા ‘જોબ લોસ’ની શક્યતા છે. આ ક્ષેત્રને હાલના સમયમાં ઉગારવા માટે સરકાર ઉપરાંત નાણાંકીય સંસ્થાઓની મદદ પણ અપેક્ષિત છે.’

સરવેના વિવિધ તારણો

કેટલું ઉત્પાદન ઘટાડશે

-48.8 ટકા વેપારીઓ 20થી 40 ટકા
-30.5 ટકા વેપારીઓ 40થી 60 ટકા
-15.5 ટકા વેપારીઓ 10થી 20 ટકા

વેપાર બંધ કરશો
85.5 ટકા વેપારીઓની ‘ના’ અને 15.2 ટકાની ‘હા’
– સ્ટોકમાં કેટલો ઘટાડો કરશો
-31.5 ટકા વેપારીઓ 40 ટકાથી વધુ
-47.6 ટકા વેપારીઓ 20થી 40 ટકા
-22.1 ટકા વેપારીઓ 20 ટકા સુધી

વેપાર સામાન્ય થવામાં કેટલો સમય લાગશે

-17.2 ટકાના મતે એક વર્ષથી વધુ
-38.4 ટકા મુજબ 6થી 12 મહિના
-38.6 ટકાના કહેવા પ્રમાણ 3થી 6 મહિના

માર્કેટ સાઇઝ કેટલા ટકા ઓછી થશે

-55.3 ટકા વેપારીઓના મતે 40 ટકાથી વધુ
-33.1 ટકાના મતે 20થી 40 ટકા

અન્ય તારણો

-81.4 ટકા વેપારીઓ સ્ટાફ, વર્કર્સ રાખ‌વા સરકારી મદદ ઇચ્છે છે
-67.1 ટકા વેપારીઓના ઓર્ડરો રદ થઇ ગયા છે.
સરવેમાં કોણ-કોણ જોડાયું

-724 રિટેઇલર્સ
-624 મેન્યુફેક્ચરર્સ
-253 ડિસ્ટ્રીબ્યૂટર્સ
-157 ડિલર્સ
-100 જોબ વર્કર્સ
-62 એજન્ટ્સ
-50 મલ્ટિરિટેઇલ ચેઇન સ્ટોર્સ

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાથી ભારતને રૂ.9 લાખ કરોડનો ફટકો
Next Article કોરોના: આવક વેરા વિભાગ 5 લાખ સુધીના અટકેલા IT રિફંડ તાત્કાલિક ઇશ્યુ કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up