ગાંધીનગર : આગામી 3 નવેમ્બરે ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે અને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી સામે આવી છે.આ યાદીમાં ભાજપના 30 નેતાઓને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે.
આ યાદીમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ,મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત પરસોત્તમ રૂપાલા,મનસુખ માંડવિયા,અલ્પેશ ઠાકોર,ઋત્વિજ પટેલને ચૂંટણી પ્રચારની જવાબદાર સોંપવામાં આવી છે.જોકે,પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો આ યાદીમાં સમાવેશ કરાયો નથી.


