– IPS અધિકારીઓ બાદ તેમના માનીતા અધિકારીઓને સાથે લઈ જતા હોય છે
– રાજ્યનું ગૃહવિભાગ એકશનમાં, કરવામાં આવશે કાર્યવાહી
ગાંધીનગર, તા. 17 ફેબ્રુઆરી 2023, શુક્રવાર : ગુજરાત પોલિસના ઉચ્ચ અધિકારીઓની વ્હાલા દવલાની નીતિ સામે સરકારે એકશનમાં આવી છે.જેમાં મુદ્દે વાત એવી છે કે જ્યારે ગુજરાતના IPS અધિકારીઓની બદલી કરવામાં આવે છે ત્યારે આ અધિકારીઓ તેમના માનીતા કર્મચારીઓને સાથે લઈ જતા હોય છે તેવું એક અવલોકનમાં ધ્યાને આવતાં સરકાર હવે આ બાબતે કડક નિયમ બનાવી રહી છે.હવે આવી વ્હાલા દવલાની નીતિ ચલાવવામાં નહી આવે.એક અવલોકનમાં ધ્યાને આવ્યુ છે કેટલાક IPS અધિકારીઓ તેમની બદલી બાદ તેમના માનીતા અધિકારીઓને જે તે જીલ્લા કે શહેરમાં સાથે લઈ જતા હોય છે.હવે આ વાત સરકારના ધ્યાને આવતાં આવા IPS અધિકારીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યુ છે.
IPS અધિકારીઓ બાદ તેમના માનીતા અધિકારીઓને સાથે લઈ જતા હોય છે
રાજ્યમાં IPS અધિકારીઓની બદલી કરવામાં આવે છે ત્યારે આ કેટલાક IPSઅધિકારીઓ તેમના માનીતા અધિકારીઓને જે તે જીલ્લા કે શહેરમાં સાથે લઈ જતા હોય છે.એવુ એક અવલોકનમાં ધ્યાનમાં આવ્યુ છે.એટલે કે જ્યારે પણ કોઈ IPS અધિકારીની બદલી કોઈ શહેર કે જીલ્લામાં કરવામાં આવે ત્યારે આ અધિકારીઓ તેમના માનીતા PI કક્ષાના અધિકારીઓની પણ બદલી કરાવી સાથે લઈ જતા હોય છે.
રાજ્યનું ગૃહવિભાગ એકશનમાં, અધિકારીઓ સામે થશે આવશે કાર્યવાહી
આ મામલે રાજ્યનું ગૃહવિભાગ હવે એકશનમાં આવી ગયું છે. અને તેની તપાસ માટે હાલમાં ગૃહ વિભાગે આવા IPS અધિકારીઓની માહિતી એકત્ર કરવાની કામગીરી પણ શરુ કરી દીધી છે.જે બાદ આવા અધિકારીઓ પર એકશન લેવામાં આવશે.અને આગામી સમયમાં આવા ઉચ્ચ અધિકારીઓને તેમના માનીતા કર્મચારીઓથી દુર કરવામાં આવશે.