By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાત પોલીસમાં નવેમ્બરમાં ૨૭,૮૪૭ કર્મચારીઓની ભરતી, ભરતીના નિયમમાં કરાયો શું મોટો ફેરફાર?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાત પોલીસમાં નવેમ્બરમાં ૨૭,૮૪૭ કર્મચારીઓની ભરતી, ભરતીના નિયમમાં કરાયો શું મોટો ફેરફાર?
GandhinagarGeneral

ગુજરાત પોલીસમાં નવેમ્બરમાં ૨૭,૮૪૭ કર્મચારીઓની ભરતી, ભરતીના નિયમમાં કરાયો શું મોટો ફેરફાર?

HM News
Last updated: 06/10/2021 5:35 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર : ગુજરાતમાં આગામી દિવસોમાં શરૂ થનારી પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પોસઈ) ,લોક રક્ષક દળની ભરતી માટે એક જ શારીરિક કસોટી લેવાશે.દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી યોજાશે.બંને માટે ફોર્મ ભરનાર ઉમેદવારોએ એક જ પરીક્ષા આપવાની રહેશે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયામા માહિતી આપી હતી.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે માટે કોવિડના કારણે પેન્ડીંગ રહેલ પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે, એમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ.

ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ગૃહ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં તા.૧૯.૯.ર૦ર૧ને રવિવારના રજાના દિવસે ભરતી બોર્ડના અઘ્યક્ષશ્રીઓ સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમિક્ષા કરી હતી અને ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષોને જરૂરી આદેશો કર્યાં છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર,હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર(પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલીજન્સ ઓફિસર,બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર,લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનીકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ(માનદ)ની મળીને અંદાજીત ૨૭૮૪૭ જગ્યાઓ માટે ભરતીનુ આયોજન આગામી ૧૦૦ દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખુબ જ ટૂંકા સમયગાળામાં ભરતી પ્રક્રિયાનુ આયોજન કરીને યુવાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર હરહંમેશા કટિબદ્ધ છે.આ નિર્ણયના ફળ સ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસ દળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપ્લબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા પ્રાપ્ત થશે અને રાજ્યની સુરક્ષામાં વધારો કરવા માટેના રાજ્ય સરકારના પગલાઓ વધુ બળવત્તર બનશે.

PAN-આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવાઇ
ધોરણ 10 બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખ બદલાઈ, વાલી-વિદ્યાર્થીઓ ખાસ નોંધ લે
અમદાવાદ વેજલપુરના સબ રજિસ્ટ્રાર અધિકારીને લાંચ લેતા એસીબીએ રંગેહાથે ઝડપયો; ₹58 લાખ રોકડા મળ્યા
સરકારના ડોહળા નિયમ કેમ ? માતાજીના આશીર્વાદમાં વેક્સિનેશન ફરજીયાત તો રાજકીય પક્ષોની યાત્રા કે મેળાવડામાં કેમ કોઈ નિયમ નહીં ?
સુરતના માંડવીમાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 570 કરોડની કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઈપલાઇન યોજનાનું લોકાર્પણ
Share This Article
Facebook Email Print
Previous Article વેક્સિનેશન પ્રોગ્રામની સફળતા સાથે દેશની ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિની ઝડપી વૃધ્ધિએ ભારતીય શેરબજારની ફરી ઐતિહાસિક સપાટી તરફી આગેકૂચ…!!!
Next Article રામાયણમાં રાવણનો દમદાર અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીએ દુનિયાને કહ્યુ અલવિદા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up