ગાંધીનગર,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : ગુજરાતમાં નહીં ચલાવી લેવાય ડ્રગ્સનું દૂષણ.રાજ્યમાં ડ્રગ્સના દૂષણને લઇ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું અને કહ્યું ડ્રગ્સનું દૂષણ અટકાવવા સરકાર ઝુંબેશ ચલાવી રહી છે.જેના ભાગરૂપે દેશના અલગ અલગ રાજ્યમાં જઇ પોલીસે ડ્રગ્સના વેપારનો પર્દાફાશ કર્યો છે.ડ્રગ્સ મામલે ગુજરાત પોલીસે શાનદાર કાર્યવાહી કરી છે અને કરોડોનું ડ્રગ્સ પકડી પાડ્યુ છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે ડ્રગ્સ સામે એક મોટી જંગ લડવાનું શરૂ કર્યુ હતુ.ગુજરાત પોલીસે ડ્રગ્સ રિવોલ પોલીસી હોય કે ડ્રગ્સ વિરુદ્ધ લડવા માટે નીચે સુધી કામગીરી કઇ રીતે ઉતારવી તેની તૈયારીઓ કરી હતી.તમને જાણીને આનંદ થશે કે રાજ્યમાં ગુજરાત પોલીસે 1 વર્ષમાં 9000 કરોડનું ડ્રગ્સ પકડ્યુ છે.જેમાં ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર ગોળીઓનો સામનો કરીને ગુજરાત પોલીસે 46થી વધારે પાકિસ્તાનીઓને જેલ હવાલે બંધ કર્યા છે.અને આજીવન પાછા પાકિસ્તાન નહીં જઇ શકે તે પ્રકારનની વ્યવ્યથા કરવામાં આવી છે.સરકાર માત્ર કાયદો મૂકે અને ગુનેગારોને પકડે તેનાથી પૂરુ નથી થતું સમાજ વચ્ચે આ પ્રકારના દૂષણ સામે લડીને સમાજને સાચી દિશા આપવી એ પણ ખૂબ જ મહત્વનું કામ છે.આ બાબતે અમદાવાદ પોલીસે અદભુત કામ કર્યુ છે તેને હું અભિનંદન પાઠવુ છુ. તેમ ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યનાં દરિયાઇ કાંઠાના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 2021ની તૂલનાએ 2022માં ત્રણ ગણી ડ્રગ્સ હેરફેર વધી અને ત્રણ ગણા જથ્થાને ઝડપી પણ લેવાયો છે.