જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી સક્રિય બની રહી છે.આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે.અરવિંદ કેજરીવાલ જ્યારે જ્યારે ગુજરાતમાં આવ્યા છે ત્યારે મોટી મોટી જાહેરાતો કરી છે ત્યારે આજે શિક્ષણ અને સ્વાસ્થ્ય અંગે ગેરંટી આપી છે.જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી તો દિલ્હીની જેમ અહીં પણ આપના પરિવારને નિ: શુલ્ક આરોગ્યની સુવિધા,નિશુલ્ક વીજળી ટ્રાન્સપોર્ટેશન પાણી શિક્ષણ આપશે.તેમણે કહ્યું કે, દિલ્હીમાં ₹12,00,000 લોકોને રોજગારી આપી છે.
1. દરેક નાગરિક માટે નિઃશુલ્ક અને શ્રેષ્ઠ સારવારની સુવિધા
2. તમામ દવાઓ, ટેસ્ટ અને ઓપરેશન નિઃશુલ્ક
3. દરેક ગામ અને વોર્ડમાં મોહલ્લા ક્લિનિક
4. દરેક સરકારી હોસ્પિટલને શાનદાર બનાવવામાં આવશે, નવી સરકારી હોસ્પિટલો ખોલીશું
5. રોડ એક્સિડન્ટના તમામ દર્દીઓને સમગ્ર ગુજરાતમાં નિઃશુલ્ક સારવાર
જાણો મનિષ સિસોદિયાએ ગુજરાતમાં શું કરી મોટી જાહેરાત
‘આપ’ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવ્યા છે.સાથે દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયા પણ ઉપસ્થિત છે.હાલમાં મનિષ સિસોદિયા પર ભાજપ દ્વારા અનેક આરોપ લગાવામાં આવી રહ્યા હોવાથી બધાની નજર મનિષ સિસોદિયાના નિવેદન પર હતી.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, ભારતને મજબૂત અને નંબર વન બનાવવા માટે સારા શિક્ષણની જરૂર છે.દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે.પંજાબમાં પણ હવે સારા શિક્ષણ વ્યવસ્થાની શરૂઆત થઈ છે.ગુજરાતના દરેક બાળકનો સારા શિક્ષણનો અધિકાર છે.અમે ગુજરાતમાં જન્મનાર દરેક બાળક માટે શિક્ષણની સારી વ્યવસ્થા ઉભી કરીશું.તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલને એક મોકો આપો.આપની સરકાર બન્યા બાદ ફ્રી અને શાનદાર શિક્ષણ વ્યવસ્થા ઉભી કરીશું. શિક્ષકોની જગ્યા તાત્કાલિક અસરથી ભરવામાં આવશે.એકપણ શાળામાં શિક્ષકોની જગ્યા ખાલી નહિ રહે. ખાનગી શાળાઓને ફ્રી વધારો નહિ કરવા દઈએ.
AAP તોડી ભાજપમાં આવી જાવ
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે તેમને ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી મેસેજ મળ્યો છે.તેમણે એક ટ્વિટમાં દાવો કર્યો છે કે ભાજપે તેમને AAP તોડીને પાર્ટીમાં સામેલ થવાની ઓફર કરી હતી. ટ્વીટમાં સિસોદિયાએ દાવો કર્યો છે કે બીજેપીએ તેમને મોકલેલા મેસેજમાં કહ્યુ હતું કે જો તેઓ આમ કરશે તો CBI-EDના કેસ બંધ કરી દેવામાં આવશે.
AAP નેતાએ ટ્વીટ કર્યું હતું કે મને ભાજપનો મેસેજ મળ્યો છે. “AAP” તોડો અને ભાજપમાં જોડાઓ, CBI EDના તમામ કેસ બંધ કરાવી દેવાશે.ભાજપને મારો જવાબ- હું મહારાણા પ્રતાપનો વંશજ છું. હું રાજપૂત છું, માથુ કપાવી દઇશ.પરંતુ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે.તમારે જે કરવું હોય તે કરો.
AAP નેતાએ આ દાવો એવા સમયે કર્યો છે જ્યારે દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસીના સંબંધમાં તેમની વિરુદ્ધ સીબીઆઇ તપાસ ચાલી રહી છે.તે આ કથિત કૌભાંડમાં મુખ્ય આરોપી છે.સીબીઆઈએ આ કેસમાં લગભગ 13 સ્થળો પર દરોડા પાડ્યા અને ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા હતા. ભાજપનો દાવો છે કે આ એક્સાઈઝ પોલિસી દ્વારા આમ આદમી પાર્ટીને તેના નજીકના લોકોને ફાયદો થયો,જેના કારણે દિલ્હી સરકારને આર્થિક નુકસાન થયું છે.


