ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર : ગુજરાત વિધાનસભામાં પ્રચંડ જીત મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.રાજ્ય સરકારના નાણાંમંત્રી કનુ દેસાઇ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.બજેટમાં કરવામાં આવેલી મહત્વની જોગવાઇ નીચે મુજબ છે.કનુભાઇ દેસાઇએ તેમની સ્પીચમાં જણાવેલા મહત્વના મુદ્દાઓ નીચે મુજબ છે.
– મજૂરોને 5 રૂપિયામાં ભોજન આપવા માટે 150 નવા કેન્દ્રો શરૂ કરાશે
– 4,200 કરોડ રૂપિયા – વર્લ્ડ બેંક લોન – હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવી યોજનાઓ માટે ઉપયોગમાં લેવાશે
– ગુજરાતની શાળાઓમાં 20,000 નવી કમ્પ્યુટરલેબની સ્થાપના કરવામાં આવશે
– દ્વારકાના કેશોદ એરપોર્ટ પર નવું એરપોર્ટ બનશે
– ગુજરાતમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં રૂ. 1.5 લાખ કરોડના રોકાણનો અંદાજ છે
– ઉદ્યોગને વેગ આપવા માટે એપેરલ,સિરામિક,બલ્ક ડ્રગ પાર્ક ગુજરાતમાં તૈયાર કરાશે
– ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગોને પાયાની સુવિધાઓ અને સામાજિક સુવિધાઓ પુરી પાડવા માટે આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે : નાણામંત્રી
– 50,000 નવા ક્લાસરૂમની સાથે 20,000 નવી કમ્પ્યુટર લેબની સ્થાપના કરવામાં આવશે
– રાજ્યના કુલ વીજ ઉત્પાદનમાં રિન્યુએબલ એનર્જીનું યોગદાન વધારીને 42 ટકા કરવામાં આવશે
– ગુજરાતમાં હેરિટેજ,ઈકો-ટૂરિઝમ ડેવલપમેન્ટ માટે રૂ. 10,000 કરોડનો ખર્ચ
– ગ્રીન ગ્રોથ પહેલ માટે રૂ. 2 લાખ કરોડનો ખર્ચ
– ગુજરાતમાં ફોરેસ્ટ કવરમાં વધારાના 69 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે
– દિવ્યાંગનોને સાધન સહાય તથા એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવા માટે 52 કરોડની જોગવાઈ
– આદિમ જૂથો જેમ કે, કોટવાળિયા,કાથોડી,સીદી અને હળપતિના આગામી 2 વર્ષમાં સર્વાંગી વિકાસ માટે “મુખ્યમંત્રી આદિમ જાતિ સર્વાંગી વિકાસ ઉત્કર્ષ યોજના”ની જાહેરાત : નાણામંત્રી
– 5 પર્યટન સ્થળો: કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી,અંબાજી,ધરોઈ (ડેમ), દ્વારકા ખાતે શિવરાજપુર બીચ, ગીર – સોમનાથ વિકસાવવામાં આવશે
– રૂ. 8000 કરોડ. ના ખર્ચે દ્વારકામાં પ્રવાસનને વેગ આપવા માટે યાત્રાધામ કોરિડોરની સ્થાપના કરવામાં આવશે
– દિવ્યાંગ પેન્શન યોજના માટે રૂ. 58 કરોડનો ખર્ચ કરાશે
– પીપીપી મોડલ હેઠળ મેડિકલ કોલેજો શરૂ થશે
– મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ માટે રૂ. 3,109 કરોડનો ખર્ચ કરાશે
– શહેરી માળખાકીય વિકાસ માટે રૂ. 8,086 કરોડનો ખર્ચ કરાશે
– GIFT સિટી ભારતની આર્થિક રાજધાની બનવાની આરે છે – નાણાં મંત્રી
– પાંચ ITI ને મેગા ITI માં રૂપાંતરિત કરવામાં આવશે.
– અમદાવાદ અને ગાંધીનગરને જોડતો એસજી હાઇવે 4 લેનમાંથી 6 લેનનો બનાવાશે.
– મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો બગોદરા હાઇવે 6 લેનનો બનાવાશે.
– અમૃતકાળના આગામી 25 વર્ષ માટે રાજ્યના વિકાસની દિશા નિર્ધારિત કરતું અને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવાનું વર્ષ 2023-24નું રૂપિયા 3,01,022 કરોડનું અંદાજપત્ર ગુજરાત વિધાનસભામાં રજૂ
– સરકાર ગુજરાતમાં ભારતની પ્રથમ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (GIFT) ખાતે વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે
– ગિફ્ટ સિટી ખાતે એશિયન ડેવલપમેન્ટ બેંકના સહયોગથી “ફિન-ટેક હબ” ની સ્થાપના કરવામાં આવશે.વધુ કૌશલ્ય વિકાસ માટે સંખ્યાબંધ નવી પહેલ કરવામાં આવી છે
– GIFT સિટીના વિકાસ માટે કેન્દ્ર સરકારે સ્વાયત્ત આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર સત્તામંડળની સ્થાપના કરી છે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો વધારવા માટે વિવિધ પગલાં લીધા છે.
– ઊર્જા વપરાશની કાર્યક્ષમતા વધારવા માટે એક ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે.શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં પાણીના કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે વોટર ઓડિટ હાથ ધરવામાં આવશે
– ગંદા પાણીના પુનઃઉપયોગની નીતિ હેઠળ પાણીના રિસાયક્લિંગને પ્રોત્સાહિત કરવા માટે નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.ઈ-સરકાર પ્લેટફોર્મના અમલીકરણ સાથે કાગળના વિવેકપૂર્ણ ઉપયોગ દ્વારા સરકારી કામમાં કાગળનો ઉપયોગ 25% સુધી ઘટશે
– માનવ ગરિમા યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને સાધનો અને સાધનો આપવા માટે ₹56 કરોડની જોગવાઈ
– સરકારે અનુસૂચિત જાતિ,વિકસતી જાતિ અને દિવ્યાંગ વ્યક્તિઓના શૈક્ષણિક,આર્થિક અને સામાજિક વિકાસ માટે 9 વિશેષ નિગમોની રચના કરી છે.આ કોર્પોરેશનો દ્વારા લાભાર્થીઓને લોન આપવા માટે <166 કરોડની જોગવાઈ.
- ગુજરાત બિન અનામત શૈક્ષિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ અને સ્વ-રોજગાર પ્રદાન કરવાના હેતુથી અમલી વિવિધ યોજનાઓ માટે <500 કરોડની જોગવાઈ
- અમદાવાદ-મહેસાણા પાલનપુર રોડને રૂ. 160 કરોડના બજેટમાં 6 લેન બનાવાશે
- 50 વધુ ઇલેક્ટ્રિક બસોની ખરીદી માટે રૂ. 24 કરોડની ફાળવણી
- EV ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે રૂ. 217 કરોડની ફાળવણી
- અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ₹૨૧૬૫ કરોડની જોગવાઈ
- જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત ૭૧ લાખ રેશનકાર્ડ ધારક NFSA કુટુંબોને અન્ન વિતરણ કરવા ₹૬૧૭ કરોડની જોગવાઈ;જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત ખાદ્યતેલનું વિતરણ કરવા ₹૧૨૮ કરોડની જોગવાઈ
- રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ ₹૫૬૮ કરોડની જોગવાઈ
- 500 નવી શાળાઓને In-School યોજનાનો લાભ આપવાનું આયોજન; રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય ટુર્નામેન્ટસ અને ટ્રેનિંગ કેમ્પ સાથે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા માટેનું આયોજન
- પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે રૂ. ૧૪૫૨ કરોડની જોગવાઈ
- માતા યશોદા તરીકે ફરજ બજાવનાર આંગણવાડીની બહેનોના માનદવેતન અને અન્ય સવલતો માટે રૂ. ૭૫૪ કરોડની જોગવાઇ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૬૦૬૪ કરોડની જોગવાઈ
- વિધવા બહેનોને આર્થિક સહાય પુરી પાડતી 'ગંગા સ્વરૂપા યોજના" માટે રૂ. ૧૮૯૭ કરોડની જોગવાઈ
- જંગલના વિકાસ અને સંરક્ષણ માટે ₹512 કરોડની જોગવાઈ
- બહાર સામાજિક વનીકરણ માટે ₹353 કરોડની જોગવાઈ
- જંગલ વિસ્તાર વન્ય પ્રાણીઓના સંચાલન અને વિકાસ માટે ₹317 કરોડની જોગવાઈ રમત-ગમત,મત્સ્યબંદરો,કૃષિ માટેની જોગવાઈ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે 568 કરોડ ફાળવવામાં આવ્યા છે.નવા મત્સ્યબંદરોના નિર્માણ વિકાસ માટે તેમજ હાલના મત્સ્ય કેન્દ્રોના આધુનિકરણ માટે 640 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કૃષિ સાધનો તેમજ અન્ય યાંત્રિકીકરણ અને અન્ય ઓજારોની સહાય માટે 615 કરોડ ફાળવવામાં આવ્યા છે.ફળ પાક ઉત્પાદકતા વધારવા માટે 65 કરોડની જોગવાઈ કરાઈ છે.પાંજરાપોળ,ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓના નિભાવ માટે 500 કરોડની જોગવાઈ કરી છે. રાજ્યના આ શહેરમાં ડૉ. આંબેડકર ભવન બનશે રાજ્યનું GSDP 42 લાખ કરોડનું કરવાનું લક્ષ્યાંક છે.છેટાઉદેપુર,ગીર સોમનાથ અને મોરબીમાં ડૉ. આંબેડકર ભવન બનાવવામાં આવશે.મહિલા એપ્રેન્ટિસને પ્રોત્સાહન આપવા વધારાના સ્ટાઈપેન્ડ માટે 16 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.આ ઉપરાંત મહાત્માં ગાંધી શ્રમ સંસ્થાનોમાં સેફ્ટી લેબની સ્થાપના કરવામાં આવશે. રાજ્યમાં મેડિકલ કોલેજ માટે જોગવાઈ રાજ્યમાં PPP ધોરણે મેડિકલ કોલેજ સ્થાપવા 130 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.અમદાવાદ સિવિલ હોસ્પિલટલ અને અન્ય મેડિકલ કોલેજમાં આધુનિક સાધનો માટે 155 કરોડ ફાળવવામાં આવ્યા છે.આ ઉપરાંત નાણામંત્રી કનુ દેસાઈએ આજે અરવલ્લી,છોટા ઉદેપુર,મહિસાગર અને ડાંગમાં નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. જિલ્લા અને તાલુકાઓમાં બનશે સ્પોર્ટસ કોમ્પલેક્ષ દરેક જિલ્લામાં એક જિલ્લા કક્ષાનું અને દરેક તાલુકામાં એક તાલુકા કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે.આ ઉપરાંત પુરાતત્વ અને સંગ્રહાલય માટે 55 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.ગ્રંથાલય અને અભિલેખાગરો માટે 96 કરોડની જોગવાઈ કરાઈ છે.પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 10,743 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારી શાળાઓમાં સુવિધા ઉભી કરવામાં આવશે રાજ્યની 6 હજાર પ્રાથમિક શાળામાં શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા 87 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.આ ઉપરાંત સરકારી શાળાઓમાં જુદી જુદી સુવિધા ઉભી કરવા 109 કરોડની જોગવાઇ કરાઈ છે અને નાણામંત્રીએ 400 જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે 64 કરોડની જોગવાની જાહેરાત કરી છે.મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 3109 કરોડ તેમજ પ્રાથમિક શાળામાં RTE એક્ટ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાઈવેટ શાળામાં અભ્યાસ માટે 50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે જ્યારે ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે 401 કરોડ ફાળવવામાં આવ્યા છે. દિવ્યાંગજનો માટે ખાસ જોગવાઈ કરાઈ રાજ્યમાં દરેક જિલ્લામાં ચિલ્ડ્રન હોમ બનાવવા માટે 8 કરોડની જોગવાઈ કરવામાં આવી તેમજ દિવ્યાંગજનોને સાધન સહાય, એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવા 52 કરોડની ફાળવણી કરવામાં આવી છે.દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ 7 કરોડની જોગવાઇ કરાઈ છે.પાલક માતા-પિતા યોજના હેઠળ 73 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.આ ઉપરાંત કૃષિ ઉદ્યોગ અને સેવા માટે 5 વર્ષમાં 2 લાખની જોગવાઇની જાહેરાત નાણામંત્રીએ કરી છે. પ્રવાસન અને યાત્રાધામ સ્થળ માટે જોગવાઈ અંબાજી અને ધરોઇને વિશ્વકક્ષા પ્રવાસન અને યાત્રાધામ સ્થળ બનાવવા 300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.આ ઉપરાંત કેશોદ એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવશે અને દ્વારકા ખાતે નવુ એરપોર્ટ બનાવાશે. સૈનિકો માટે નવી યુનિવર્સિટી સૈનિકો માટે 10 નવી રક્ષાશક્તિ યુનિવર્સિટી નિર્માણ કરવામાં આવશે. નવી પાંચ નર્સીગ કોલેજ સ્થાપવામાં આવશે. ગૃહ વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જોગવાઈ કરાઈ ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 937 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.ગૃહ વિભાગ માટે 8 હજાર 574 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર માટે 565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રોડ નેટવર્કને ગામડાઓ સુધી જોડવામાં આવશે બજેટમાં રોડ નેટવર્કને ગામડાઓ સુધી જોડવામાં આવશે.આ ઉપરાંત માહિતી અને પ્રસારણ વિભાગ માટે 257 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.સરકારે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21 હજાર 605 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે. ત્રણ વર્ષમાં બોર્ડર વિસ્તારનો વિકાસ કરાશે આ બજેટમાં આગામી ત્રણ વર્ષમાં બોર્ડર વિસ્તારનો વિકાસ કરવમાં આવશે.સ્વાસ્થ્યની વીમાની મર્યાદા ૫થી વધારી 10 લાખ કરવામાં આવી અને આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે 706 કરોડની જોગવાઈ કરાઈ છે.શાળામાં 50 હજાર નવા વર્ગખંડોનો વધારો કરવામાં આવશે.આ બજેટમાં જળ સંપત્તિ વિભાગ માટે 9 હજાર 705 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ.આ ઉપરાંત બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.આજે બજેટમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ શિક્ષણ વિભાગ માટે જોગવાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ ઉપરાંત શિક્ષણ વિભાગ માટે કુલ 43 હજાર 651 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું કુલ બજેટ ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું કુલ બજેટ 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે જોગવાઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6 હજાર 64 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અન્નપુર્ણા શ્રમિક યોજના અન્નપુર્ણા શ્રમિક યોજનાના 150 નવા કેન્દ્રો શરુ કરાશે ગુજરાત રાજ્ય દેશનુ ગ્રોથ એન્જિન નાણામંત્રીએ કહ્યું ગુજરાત રાજ્ય દેશનું ગ્રોથ એન્જિન છે. નાણામંત્રીએ રજૂ કર્યુ બજેટ નાણામંત્રી કનું દેસાએ ગુજરાત રાજ્યનું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યુ.નાણામંત્રી કનુ દેસાઈ સતત બીજી વાર બજેટ રજૂ કરી રહ્યા છે. આ અમૃતકાળ અને આત્મનિર્ભર ભારતનું બજેટ : CM રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટ રજૂ થાય તે પહેલા કહ્યું કે આજનું બજેટ અમૃતકાળ અને આત્મનિર્ભર ભારતનું બજેટ હશે.આ બજેટ લોકોની આશાને પૂર્ણ કરનારુ હશે.