ગુજરાતમાં ફરી એક વખત ત્રાસવાદી અને માફિયા ગેંગ સક્રિય બની હોય તેવા સંકેત છે.મધરાતે અમદાવાદમાં જે ઓપરેશન હાથ ધરાયું તેમાં શાર્પશૂટર ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફીયાની હત્યા માટે આવ્યા હતા.
ઝડફીયા હાલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સાથે સૌરાષ્ટ્ર યાત્રામાં છે અને આજે તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મને ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ દ્વારા જાણ કરવામાં આવી હતી. જો કે,તેઓએ આ ઘટના અંગે વધુ તેઓ કાઇ જાણતા હોવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ ઉમેર્યું હતું કે ભૂતકાળમાં તેઓને ધમકી મળી હતી.પણ તાજેતરમાં કોઇ એવી ધમકી મળી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગોધરાકાંડ સમયે ગોરધન ઝડફીયા ગૃહ રાજ્યમંત્રી હતા અને અગાઉ પણ તેમની હત્યા માટે એક રેકી થઇ હતી.પાંચ વર્ષ પહેલા પણ ગોરધન ઝડફીયાની નવસારી મુલાકાત સમયે બે વખત રેકી થયાનું ખૂલ્યું છે અને આ રીતે તેઓ રમખાણનો બદલો લેવાના ટાર્ગેટમાં હોવાનું મનાય છે. વેરાવળમાં તેમની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.મહારાષ્ટ્રથી ગોરધન ઝડફિયાને મારવા માટે આવેલો શાર્પશૂટર પકડાયો છે.ગઈકાલે અમદાવાદની રિલીઝ રોડ પર આવેલ વિનસ હોટલમાં શાર્પશૂટર રોકાયો હતો.જેને પકડવા ગયેલા ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.ગુજરાત એટીએસની ટીમને બાતમી મળ્યા બાદ કરવામાં આવેલ છાપામારીની ઘટનામાં શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું છે.
જોકે, આ શાર્પશૂટર કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હોય તેવો ખુલાસો થતા ચકચાર પ્રસરી હતી,જેમાં નેતા ગોરધન ઝડફિયાનું નામ સામે આવ્યું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેબિનેટમાંથી બહાર નીકળી પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા સાથે વાતચીત કરી હતી.ગોરધન ઝડફિયા સોમનાથના પ્રવાસે સોમનાથમાં હોય સિક્યુરિટી વધારવા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આદેશો આપ્યા છે.ખુદ ઝડફિયાએ પણ આ વાતનો સ્વીકાર કરતા કહ્યું કે મને પ્રદીપસિંહનો ફોન આવ્યો છે,બને શકે કોઈએ રેકી કરી હોય…
અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી.જ્યાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.જે શાર્પશૂટરે ફાયરિંગ કર્યું,તે ગુજરાતના કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હતો. તેને રિલીફ રોડ પર પકડવા જતા તેણે ટીમ પર ફાયરિંગ કર્યું હતું.આ ઘટનામાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. ત્યારે કહેવાઈ રહ્યું છે કે,રાજકીય નેતાને મારવાની સોપારી મળી હોવાનું કહેવાય છે.જેમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાના નામનો ખુલાસો થયો છે.પરંતુ આ મામલે વિધિવત ખુલાસાઓ એટીએસ દ્વારા કરવામાં આવશે.