પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા છે.હજી સુધી સત્તાવાર રીતે આ સમાચારની પૃષ્ટિ થઈ શકી નથી,પરંતુ બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ,કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી.તેમનો ટેસ્ટ કરાવાતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કેશુભાઈ પટેલ હોમ ક્વોરન્ટીન થયા
જાણવા મળ્યા મુજબ,તેમના કેર ટેકર સ્વેતલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ત્યાર બાદ કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.કેશુભાઈ પટેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન થયા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુબાપાના પુત્ર સાથે વાત કરી છે અને સારવારમાં કોઈ કચાસ નહીં રહે એવી ખાતરી આપી છે.
21 નેતા કોરોના સંક્રમિત થયા હતા
રાજ્યમાં અત્યારસુધીમાં 15 ધારાસભ્ય, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત 21 નેતા કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે.
નામ પક્ષ હોદ્દો
કિશોર ચૌહાણ ભાજપ ધારાસભ્ય
નિમાબહેન આચાર્ય ભાજપ ધારાસભ્ય
બલરામ થાવાણી ભાજપ ધારાસભ્ય
પૂર્ણેશ મોદી ભાજપ ધારાસભ્ય
જગદીશ પંચાલ ભાજપ ધારાસભ્ય
કેતન ઈનામદાર ભાજપ ધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયા ભાજપ ધારાસભ્ય
રમણ પાટકર ભાજપ રાજ્યકક્ષાના મંત્રી
સી.જે.ચાવડા કોંગ્રેસ ધારાસભ્ય
ઈમરાન ખેડાવાલા કોંગ્રેસ ધારાસભ્ય
નિરંજન પટેલ કોંગ્રેસ ધારાસભ્ય
કાન્તિ ખરાડી કોંગ્રેસ ધારાસભ્ય
ચિરાગ કાલરિયા કોંગ્રેસ ધારાસભ્ય
ગેનીબેન ઠાકોર કોંગ્રેસ ધારાસભ્ય
રઘુ દેસાઈ કોંગ્રેસ ધારાસભ્ય
શંકરસિંહ વાઘેલા – પૂર્વ મુખ્યમંત્રી
ભરતસિંહ સોલંકી કોંગ્રેસ પૂર્વ કેન્દ્રીય મંત્રી
રમેશ ધડુક ભાજપ સંસદ સભ્ય
અમિત શાહ ભાજપ કેન્દ્રીય ગૃહમંત્રી
અભય ભારદ્વાજ ભાજપ સાંસદ
સીઆર પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ


