ગુજરાત ભાજપમાં મોટાપાયે આંતરિક ડખા ચાલી રહ્યા છે.પત્રિકાકાંડથી લઈને રાજીનામા સુધીના કિસ્સાઓને કારણે દિલ્હીમાં ચર્ચા થઈ રહી છે.કમલમમાં જ મોટા ડખા હોવાનું ચર્ચાય છે.ત્યારે પહેલા ભાર્ગવ ભટ્ટ અને હવે પ્રદીપસિંહ વાઘેલાને કારણે ગુજરાત ભાજપમાં ડખા છે.આ કારણે હવે દિલ્હીથી બુલાવો આવ્યો છે.રાજીનામાઓ બાદ હવે નવી નિયુક્તિ થાય તેવી શક્યતાઓ છે.ભાજપના મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા છે.ભાજપ સંગઠનમાં મોટાપાયે ફેરફાર થાય તેવુ લાગી રહ્યું છે.
ભાજપમાંથી બે દિગ્ગજ નેતાઓના રાજીનામા પડ્યા છે.ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ જિલ્લા-મહાનગરોમાં જે રીતે પત્રિકાકાંડે માથુ ઉંચક્યું છે, તે જોતા હવે દિલ્હીમાં હલચલ થઈ છે.હાઈકમાન્ડે પ્રદેશ ભાજપ સંગઠનના સાંપ્રત પ્રવાહોથી વાકેફ કરીને ખાલી પડેલા પદો પર નિયુક્તિ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
ભાજપમાં ચાર ઝોનમાંથી ચાર મહામંત્રીઓ અને આરએસએસ બેકગ્રાઉન્ડમાંથી આવતા એક સંગઠન મહામંત્રી એમ પાંચ મહામંત્રીઓ પ્રદેશ અધ્યક્ષ પછી સૌથી મહત્વપૂર્ણ જવાબદારીઓ છે.ચાર ઝોનમાંથી વાઘેલા અને ભાગર્વ ભટ્ટે રાજીનામા આપ્યા છે. ત્યારે નવી નિયુક્તિઓનો સમય આવી ગયો છે તેવુ લાગી રહ્યું છે.તેથી ગુરુવારની સાંજે ગાંધીનગરથી રત્નાકર દિલ્હી પહોંચ્યા છે.તેઓ પ્રદેશમાં ચાલતા સાંપ્રત પ્રવાહો અંગે હાઈકમાન્ડને અવગત કરશે.ત્યારે હવે ગુજરાતના રાજકારણમા ફરીથી ગરમાવો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
અમિત શાહ 2 દિવસીય ગુજરાત પ્રવાસે
ગૃહ અને સહકરિતા મંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારબાદ પ્રથમ દિવસે કચ્છના કંડલા બંદરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને બીજા દિવસે ગાંધીનગર લોકસભામાં વિવિધ પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી સભાને સંબોધશે.
ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસના એક દિવસ પહેલા ભજપમાં બેઠક યોજાશે,શાહ વીડિયો કોન્ફ્રન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાશે.બેઠકમાં તમામ સાંસાદો,ધારાસભ્યો,ભાજપના હોદ્દેદારો,તમામ મોરચાના પ્રમુખો,શહેરના અપેક્ષિત સભ્યો હાજર રહેશે.ગઈ સાંજે ભાજપના સંગઠન મહામંત્રીએ દિલ્હી મુલાકાત લેતા મહત્વની સૂચનાઓ પણ અપાઈ હોઈ શકે છે.કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી પોતાના લોકસભા વિસ્તારોમાં નવી પહેલ શરુ કરશે.ગાહેડની સોસાયટીમાં વૃક્ષારોપણ કરશે.સોસાયટીના રહીશો વૃક્ષારોપણ કરે તે માટેની નવી પહેલનું શુભારંભ કરાવશે.હરિયાળુ ગાંધીનગર બનાવવા વધુ એક પ્રયત્ન હાથ ધરાશે.