– ભાજપમાં શરુ થયુ પેમ્ફલેટ વોર, પાટિલને બદનામ કરવા કાવતરું
– પૂર્વ પાંચ મંત્રી આ કાવતરામાં સામેલ હોવાની શંકા વધી ગઈ
– પોર્ટફોલિયોની ફાળવણીમાં પાટિલે રુપિયા લીધા હોવાનો આરોપ
ગુજરાત ભાજપમાં પેમ્ફલેટ વોર કે જેણે રાજકીય વર્તુળોમાં હાહાકાર મચાવી દીધો છે.જે એક મોટા વિવાદમાં બદલાય એવું લાગી રહ્યું છે કે, કારણ કે આ પાછળ પાંચ પૂર્વ મંત્રીઓનો હાથ હોય એવી આશંકા છે.ભાજપના પ્રેસિડન્ટ સીઆર પાટીલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને તેમને બદનામ કરનારા આ પેમ્ફલેટ સૌથી પહેલાં સુરતમાં વહેંચવામાં આવ્યા હતા.જે બાદ સ્થાનિક પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.આ માનહાનિ સામગ્રીને એક પત્ર અને એક પેનડ્રાઈવમાં તરીકે એક લિફાફામાં પેક કરવામાં આવ્યા હતા.એ પછી એને ભાજપના ધારાસભ્યો,સાંસદો અને પાર્ટીના પદાધિકારીઓને મોકલવામાં આવ્યા હતા એવો અમદાવાદ મિરરનો રિપોર્ટ છે.
પાટીલ વિરુદ્ધ કાવતરું?
સૂત્રોના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતના બે અને સૌરાષ્ટ્રના એક ટોપના નેતાનો પાટીલ વિરુદ્ધ આ સામગ્રી વહેચવાનો હાથ હોવાની આશંકા છે.પત્રમાં પાટીલ પર પોર્ટફોલિયોની ફાળવણી દરમિયાન રુપિયા લેવાનો આરોપ છે.સુરતના ધારાસભ્ય સંદિપ દેસાઈએ આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે બાદ પોલીસે ગુનો નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.જે લોકોની ધરપકડ કરવામાં આવી એમાં રાકેશ સોલંકી કે જે પૂર્વ મંત્રી ગણપત વસાવાના અંગત મદદનીશ છે અને તેમના મિત્ર ખુમાનસિંહ પટેલ તથા દિનું યાદવનો સમાવેશ થાય છે.આ કેસ સંબંધિત તમામ વીડિયો અને લેટર્સ પોલીસે હાલ કબજે કર્યા છે.
માફી પત્રથી શંકા વધી
એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોલંકીએ આ કામ કર્યુ હતુ અને કૌભાંડ પાછળ નામ જાહેર કર્યા હતા તેમાં પાંચ પૂર્વ મંત્રીઓનાં પણ નામ હતા.તો વસાવા દ્વારા પાટિલને લખવામાં આવેલો માફી પત્ર વધુ શંકા ઉપજાવે છે.ગણપત વસાવા એક મજબૂત આદિવાસી નેતા છે અને પીએમ મોદીના વિશ્વાસુ હતા.તેઓ ધારાસભ્ય,વિધાનસભાના અધ્યક્ષ અને મંત્રી પણ રહી ચૂક્યા છે.આ મામલે પાર્ટી હાઈકમાન્ડ આખરી નિર્ણય લેશે.આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામેલ વરિષ્ઠ નેતાઓને હાંકી કાઢવામાં આવે એવી અપેક્ષા નથી.જો કે, તેમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે નહીં, એવું સૂત્રોએ જણાવ્યું હતું.