ગાંધીનગર : ગુજરાત ભાજપ ભલે હમ સાથ સાથ હૈનું પિક્ચર બતાવતું હોય,પરંતું હવે ભાજપના આંતરિક વિવાદો સપાટી પર આવી રહ્યાં છે.ભાજપમાં ચાલી રહેલા રાજીનામા દોર વચ્ચે વધુ એક દિગ્ગજ નેતાનું રાજીનામું પડ્યું છે.ભાજપ પ્રદેશ લેવલથી વધુ એક રાજીનામું ચર્ચાયું છે.ભાજપ પ્રદેશના મંત્રી પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું છે.જો કે પંકજ ચૌધરીએ આપેલા રાજીનામાંને ભાજપે સ્વીકાર ન કર્યો હોવાની ચર્ચા છે.સાથે જ પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું કે તેમની પાસેથી રાજીનામું લઈ લેવાયું તેવી પણ ચર્ચા વહેતી થઈ છે.
ભાજપમાં અત્યાર સુધી સપાટી પર ન આવેલો વિખવાદ હવે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે.પત્રિકાકાંડથી શરૂ થયેલો આંતરિક વિવાદ જામનગરમાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચેના ઝઘડા સુધી પહોંચ્યો છે.હવે સ્થિતિ એવી છે કે આ પરપોટા હવે ફૂટી રહ્યાં છે.ગાંધીનગરમાં વધુ એક વિકેટ પડી છે.ભાજપ પ્રદેશના મંત્રી પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું છે.ગુજરાત ભાજપમાં વધુ એક ટોચના નેતાનું રાજીનામાથી રાજકારણ ગરમાયું છે.એક ચર્ચા એવી છે કે, પ્રદેશ મંત્રી પંકજ ચૌધરીનું રાજીનામું લઈ લેવાયું છે.તો બીજી ચર્ચા એ છે કે, તેમના રાજીનામાની સ્વીકૃતિ થઈ નથી.
મહેસાણામાં વતની પંકજ ચૌધરીના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વધુ એક સંગઠનની વિકેટ પડી છે.પંકજ ચૌધરી યુવા ભાજપના પ્રભારી તરીકે પણ સેવા આપતા હતા.પ્રદેશના આઠ મંત્રી પૈકી એક મંત્રીના રાજીનામા પાછળનું કારણ શું? રાજ્યના રાજકારણમાં ફરી નવી ચર્ચા વહેતી થઈ છે.ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની બોડીની અંદર બે મહામંત્રીઓ ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ હવે મંત્રી પંકજ ચૌધરીએ પણ રાજીનામું આપી દીધું છે.સૌથી મોટા હોદ્દા પર રહેલી આ ત્રીજી વ્યક્તિનું રાજીનામું પડ્યું છે.ગુજરાત ભાજપમાં મોટાપાયે આંતરિક ડખા ચાલી રહ્યા છે.પત્રિકાકાંડથી લઈને રાજીનામા સુધીના કિસ્સાઓને કારણે દિલ્હીમાં ચર્ચા થઈ રહી છે.કમલમમાં જ મોટા ડખા હોવાનું ચર્ચાય છે.ત્યારે પહેલા ભાર્ગવ ભટ્ટ અને હવે પ્રદીપસિંહ વાઘેલાને કારણે ગુજરાત ભાજપમાં ડખા છે.