– સી.આર પાટીલના નેતૃત્વમાં ભાજપે ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટ સાથે ઐતિહાસિક જીત મેળવી હતી
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનો આજે જન્મ દિવસ છે.તેમના 69માં જન્મ દિવસની લોકસેવાના કાર્ય સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.રક્તદાન,સર્વરોગ નિદાન કેમ્પનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે.સી.આર પાટીલના નેતૃત્વમાં ભાજપે ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટ સાથે ઐતિહાસિક જીત મેળવી હતી.
– સી.આર પાટીલનો જન્મ 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે થયો હતો.
– તેમના પિતાનું નામ રઘુનાથજી પાટીલ અને માતાનું નામ સરુબાઈ પાટીલ છે.
– તેમનું સ્કૂલિંગ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળે થયું હતું.સુરતની ITIમાં અભ્યાસ કર્યો છે.
– વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા.જો કે વિવાદોને કારણે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.આ બાદ તે 1984માં ફરીથી પોલીસની નોકરીમાં જોડાયા હતા.જો કે યુનિયનની રચનાને પગલે તેમને ફરીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
– 6 મે, 1976માં સીઆર પાટીલે લગ્ન કર્યા,તેમની પત્નીનુ નામ શ્રીમતિ ગંગા પાટીલ છે.તેમના પરિવારમાં તેમના સિવાય તેમની પત્ની,3 દીકરીઓ અને 1 દીકરો અને પુત્રવધુ છે.
– 25 ડિસેમ્બર, 1989માં તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા.જ્યાં તેમણે વર્ષ 1995થી 1997 સુધી GIDCના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
– વર્ષે 1998થી 2000 સુધીના સમયમાં તેમને GACLના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.ત્યાર બાદ 2009માં સી.આર. પાટીલે નવસારી લોકસભા સીટ પરથી ચૂંટણા લડી અને વિજયી બન્યા,જે બાદ તેમણે નવસારીના સાંસદ તરીકે પદભાર સંભાળ્યો. – – જિલ્લાના પ્રભારી અને બિહારના પ્રદેશના સહપ્રભારી તરીકે પણ તેઓ કાર્ય કરી ચૂક્યા છે.
– આ બાદ તેમની રાજકીય કારકીર્દીએ ગતિ પકડી અને એકબાદ એક તે નોંધનીય હોદ્દાઓ પર કાર્યભાર સંભાળતા રહ્યાં.
– સી.આર. પાટીલ 2014 અને 2019માં પણ સાંસદ બન્યા હતા.તેમણે વર્ષ 2019માં દેશના ઇતિહાસમાં સૌથી વધુ 6 લાખ 89 હજાર 668 મતની લીડ મેળવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.
– 20 જુલાઈ 2020ના રોજ સી.આર. પાટીલની ગુજરાત ભાજપના 13મા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.આ પ્રથમ વખત છે કે જ્યારે કોઈ નોન ગુજરાતીએ ભાજપ પ્રેદશ અધ્યક્ષ તરીકેની કામગીરી બજાવી હોય.
નિર્ણાયક નેતૃત્વ, દૃઢ મનોબળના ધની અને લાખો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ#HBDayCRPaatil pic.twitter.com/VYpXXxJuSv
— BJP Gujarat (@BJP4Gujarat) March 15, 2023