ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ આજે સવારે 8 વાગ્યે જાહેર થઈ ચૂક્યું છે.વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે.રાજ્યભરમાંથી અંદાજે 9.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી.રિઝલ્ટ તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ સ્કૂલ દ્વારા આગામી દિવસોમાં આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ ધોરણ 10નું બોર્ડનું પરિણામ 64.62% જાહેર થયું છે.ગુજરાતી માધ્યમનું 62.11% પરિણામ જાહેર થયું છે.છેલ્લા પરિણામની વાત કરીએ તો વર્ષ 2022ની તુલનાએ વર્ષ 2023નું 0.56% ઓછું પરિણામ આવ્યું છે.આજે જાહેર થયેલા પરિણામમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 76.45%, અમદાવાદ શહેરમાં 64.18%, અમદાવાદ ગ્રામ્યમાં 65.22%, રાજકોટમાં 72.74% પરિણામ અને વડોદરામાં 62.24% પરિણામ આવ્યું છે.સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.75% આવ્યું છે.
ગુજરાતી માધ્યમનું 62.11%, જ્યારે હિન્દી માધ્યમનું 64.66%,મરાઠી માધ્યમનું 70.95% અને અંગ્રેજી માધ્યમનું 81.90% પરિણામ આવ્યું છે.સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્રનું 95.92 છે,જ્યારે સૌથી ઓછું પરિણામ નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રનું 11.94% આવ્યું છે.ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ લેવાઈ ગઈ હતી.રાજ્યભરમાં 64.62 ટકા પરિણામ આવ્યું છે.આ તરફ હવે ધોરણ 12નું પરિણામ 30 તારીખની આસપાસ જાહેર થઈ શકે છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ પરિણામ SMS દ્વારા પણ જાણી શકશે,જેના માટે વિદ્યાર્થીઓએ SSC
વિદ્યાર્થીઓના રિઝલ્ટ તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ સ્કૂલ દ્વારા આગામી દિવસોમાં આપવામાં આવશે.જે અંગેની માહિતી ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવી છે.